- શારીરિક કસોટીના એક મહિના બાદ લેખિત પરીક્ષા શરૂ થશે
- LRD ભરતી લેખિત પરીક્ષા પૂરી થયા પછી એક દોઢ મહિના સુધી ચાલશે
- 26 નવેમ્બરથી ઓજસ વેબસાઇડ પર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
ગાંધીનગર : પોલીસ ભરતી માટે ઘણા સમયથી રાહ જોવાતી હતી, તેની શારીરિક કસોટીની (Physical Test For Police Recruitment) તારીખ જાહેર થઈ ચૂકી છે. ડિસેમ્બર મહિનાની 3 તારીખથી શારીરિક કસોટી શરૂ થશે. જેથી 26 નવેમ્બરથી ઓજસ વેબસાઇડ પર કોલ લેટર ડાઉનલોડ (Download Call Letter On Ojas Website) કરી શકાશે. જેમાં બિન હથિયારી કોન્સ્ટેબલની 5212 જગ્યા માટે ભરતી કરાશે. હથિયારી કોન્સ્ટેબલની 797 અને SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. જેમાં SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1983 જગ્યા અનામત રાખવામાં આવી છે.
આ પણ વાંચો: પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં
14196 ઉમેદવારોએ ફી ન ભરતા ફોર્મ કેન્સલ થયા
LRDમાં કુલ 10,459 જગ્યા માટે 12,24,052 લોકોએ અરજી કરી હતી. જેમાં 14196 ઉમેદવારોએ ફી ના ભરી હોવાથી ફોર્મ કેન્સલ થયા હતા. જ્યારે બાકીના 9,32,347 ફોર્મ કન્ફર્મ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજિત પુરુષ ઉમેદવાર 6,92,190 છે જ્યારે મહિલા ઉમેદવાર 2,54,338 છે.
ઉમેદવારોને શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષાનો સમય મળી રહેશે
બે મહિના જેટલા સમયગાળામાં શારીરિક કસોટી ચાલશે. ફેબ્રુઆરી ના પહેલા અઠવાડિયા સુધી શારીરિક કસોટી પૂરી થઈ શકે છે એના એક મહિના પછી લેખિત પરીક્ષા (Written Examination) શરૂ થશે, એટલે ઉમેદવારોને સારો એવો સમય શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી માટે મળ્યો છે. ઉમેદવારોને શારીરિક કસોટી બાદ પણ લેખિત પરીક્ષાનો સમય મળી રહેશે. જેથી તેના પર પણ પૂરું ધ્યાન આપે તેવું LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું હતું.
આ પણ વાંચો: આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી
ભરતી પરીક્ષા એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થાવાની શકયતા
તેમણે વધુમાં કહ્યું કે, સંપૂર્ણ LRDની ભરતી લેખિત પરીક્ષા પૂરી થયા પછી એક દોઢ મહિના પછી એટલે કે એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારની શકયતા છે. આ બાબતો અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખી કહી રહ્યો છું. આ દરમિયાન કયા પ્રકારના પ્રશ્નો આવશે તે વિશે એડવાન્સમાં કહી શકાય નહીં. ઉમેદવારોને એક જ સલાહ છે કે શારીરિક કસોટીમાં પૂરું ધ્યાન આપે અને લેખિત પરીક્ષાની તૈયારી કરે. ચકાસણી વખતે જેઈતા ડોક્યુમેન્ટની તૈયારી અત્યારથી જ કરી દે જેથી છેલ્લા તેને માટે ભાગદોડ ન કરવી પડે, અત્યારે જે અફવાઓ છે તેનાથી દૂર રહે, અને લાગવગ જેવી કોઈ વાતો માને નહીં તેવી મારી સલાહ છે.