- ગૃહમાં શિક્ષક ભરતીની પરીક્ષા અંગે પ્રશ્ન પૂછાયો
- ટેટ પાસ ઉમેદવારનું મેરીટ 05 વર્ષ માટે ગણાય છે
- પ્રાથમિક શાળામાં ભરતી માટે લેવાય છે પરીક્ષા
- સરકારે આપેલા આકડાં ચોંકાવનારા
ગાંધીનગરઃ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Waghani ) જણાવ્યું હતું કે, ટેટ-1 ના 6,341 પાસ ઉમેદવારો સામે છેલ્લા બે વર્ષમાં ફક્ત 52 ઉમેદવારોને નિમણૂક અપાઈ છે. ટેટ-2 ના 50,755 પાસ ઉમેદવારો સામે ફક્ત 3,335 ઉમેદવારોને નિમણૂક અપાઈ છે. ટેટ-1ની (TET-1) પરીક્ષા માર્ચ 2018માં લેવાઈ હતી જ્યારે ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ 2017માં લેવામાં આવી હતી.
સરકાર માત્ર વાતો ન કરે
ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ટેટની (TET) સમયમર્યાદા રદ કરી છે ત્યારે રાજ્ય સરકાર પણ સમયમર્યાદા રદ કરે. રાજ્ય સરકારે ટેટ પાસ ઉમેદવારને નોકરી આપવી જોઈએ. સરકાર માત્ર વાતો ન કરે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપને વેગ આપવા વેબસાઈટ તૈયાર કરાશે: જીતુ વાઘાણી
આ પણ વાંચોઃ દંભ છોડો! કૉવિડ પછીના વિશ્વ સાથે તાલ મિલાવવા શિક્ષણ ક્ષેત્રને મુક્ત કરો