ETV Bharat / city

રાજ્યમાં આંશિક નિયંત્રણો હટાવાયા : આજથી બજારો સવારે 9થી 3 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી - ગાંધીનગરના સમાચાર

ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કરફયૂ વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યપ્રધાન રૂપાણીનો નિર્ણય કર્યો છે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માંની દુકાનો ચાલુ રહેશે. 36 શહેરોમાં આ નિયંત્રણો દરમિયાન દુકાનો-વાણિજ્યિક સંસ્થાઓ,રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાત્રિ કરફયૂ વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યપ્રધાન રૂપાણીનો નિર્ણય

author img

By

Published : May 21, 2021, 7:23 AM IST

Updated : May 21, 2021, 2:59 PM IST

  • રાત્રિ કરફયૂ વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યપ્રધાન રૂપાણીનો નિર્ણય
  • 21 મે ની રાત્રે 8 વાગ્યાથી 28 મે ની સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયૂનો અમલ
  • આંશિક નિયંત્રણો દૂર કરાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં કરવા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફયૂ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી, પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ 7 દિવસ માટે યથાવત્ રાખવાનો અને કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય કર્યો છે.

કેવા હશે નવા નિયમો

આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયૂ 21 મેથી 28 મે સુધી દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત્ અમલમાં રહેશે. જ્યારે રાજ્યના નાના-મોટા વેપારી, ઉદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયૂ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.

આવશ્યક સેવાઓ રહેશે ચાલુ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે. તે મુજબ આ 36 શહેરોમાં 21 મેથી 28 મે સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.

COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ, આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં 20 મે સુધી રહેશે રાત્રિ કરફ્યૂ, મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત

કંઈ સેવાઓ શરૂ કરાઇ...?

આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટેલ ચાલુ રહેશે. રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.

નાના વેપારીઓ માટે મહત્વનો નિર્ણય

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના નાના-મોટા વેપારીઓ, દુકાનદારો અને લારી-ગલ્લા ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા જાહેર કર્યુ છે કે, આ 36 શહેરોમાં આ નિયંત્રણો દરમિયાન દુકાનો-વાણિજ્યિક સંસ્થાઓ-રેસ્ટોરન્ટ-લારી ગલ્લાઓ-શોપીંગ કોમ્પ્લેક્ષ-માર્કેટીંગ યાર્ડ-હેર કટીંગ સલુન-બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે. રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.

નિયમોનું તો પાલન કરવું જ પડશે

જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન ATMમાં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્ક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.

આ પણ વાંચો: આંશિક લોકડાઉનનો વિરોધઃ 18 મે પછી દુકાન ખોલો અથવા સંપૂર્ણ lockdown કરો

કંઈ સેવાઓ બંધ રહેશે...?

આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પલેક્સ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

લગ્ન માટે ઓનલાઈન અરજી યથાવત્

આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત્ રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહતમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડિયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહતમ 50 ટકા પેસેન્જર કેપેસિટિમાં ચાલુ રહેશે.

Last Updated : May 21, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.