ETV Bharat / city

ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન

author img

By

Published : Apr 19, 2021, 6:18 PM IST

રાજ્યની હોસ્પિટલ્સમાં ઇફ્કો દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન આપવાની કામગીરી 15 દિવસમાં શરૂ કરવામાં આવશે. ઓક્સિજનની અછત વચ્ચે આ કામગીરી બિરદાવવા લાયક છે.

ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન
ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન
  • ઑક્સિજનની અછત વચ્ચે સારા સમાચાર
  • 15 દિવસમાં કામગીરી શરૂ કરાશે
  • ચાર પ્લાન્ટ ઉભા કરવામાં આવશે

ગાંધીનગર : રાજ્યભરમાં તેમજ દેશમાં પણ ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેના કારણે કેટલાક દર્દીના જીવ પણ જઈ રહ્યા છે. ત્યારે ઓક્સિજનની અછત વચ્ચે સારા સમાચાર એ છે કે, ઇફ્કો દ્વારા હોસ્પિટલ્સને વિનામૂલ્યે ઓક્સિજન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 15 દિવસમાં જ કામ શરૂ પણ કરી દેવામાં આવશે. કલોલમાં પ્લાન્ટ નાખવામાં આવશે. ટોટલ જુદા-જુદા 4 પ્લાન્ટ નાખવામાં આવશે, તેમ ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટના ધારાસભ્ય દ્વારા કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર વિતરણ શરૂ કરાયું

કોરોનાની પરિસ્થતિ કાબૂમાં ના આવે ત્યાં સુધી વિનામૂલ્યે અપાશે ઓક્સિજન

દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિ અત્યારે બેકાબૂ છે. જેથી આ પરિસ્થિતિ જ્યાં સુધી નિયંત્રણમાં નહીં આવે, ત્યાં સુધી વિનામૂલ્યે ઓક્સિજન અપાશે. અત્યાર પૂરતું સરકારી અને સેવાભાવી હોસ્પિટલમાં ઓક્સિજન અપાશે. ઓક્સિજનની ઘટ પડતા અને લોકોને પડતી હાલાકીને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનામાં પહેલી જરૂરિયાત વેન્ટિલેટર અને ઓક્સિજન છે. જેથી ઝડપી ઓક્સિજન મળી રહે તે જરૂરી છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે

રોજની 1,000 જેટલી બોટલ ભરવામાં આવશે

રોજની 1,000 જેટલી બોટલ ભરવામાં આવશે. કલોલ, ગુજરાત અને દેશભરમાં આ ઓક્સિજન આપવામાં આવશે, તેવું દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું. હોસ્પિટલ્સને 700 મોટા સિલિન્ડર અને મધ્યમકદના 300 સેલિન્ડર જેટલો ઑક્સિજન પૂરો પડાશે. 15 દિવસમાં ઑક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. પ્રતિકલાક 200 ક્યુબિક મીટરની ક્ષમતાના પ્લાન્ટમાં વ્યવસ્થા તૈયાર કરાશે. કલોલ સહિતમાં ચાર પ્લાન્ટ નાખવામાં આવશે. જો કે, પ્રાથમિક તબક્કે રોજ 1,000 બોટલો રિફિલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.