ETV Bharat / city

ગુજરાત બચાવો: રાજ્યની 5 ટકા વસ્તીમાં 16,000ના મૃત્યુ, 3 લાખથી વધુના કોરોનાથી મૃત્યુ, સરકાર સહાય આપે: પરેશ ધાનાણી

author img

By

Published : Aug 31, 2021, 7:56 PM IST

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન લોકોને હોસ્પિટલમાં દાખલ થવા, ઇન્જેક્શન અને દવાઓ માટે ક્લાકો સુધી રાહ જોવી પડી હતી, ત્યારે આ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાવર્ડ યુનિવર્સિટીનો સર્વે રજૂ કર્યો હતો.

પરેશ ધાનાણી
પરેશ ધાનાણી

  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રજૂ કર્યો હાવર્ડ યુનિવર્સિટીનો સર્વે
  • રાજ્યમાં કોરોનાકાળમાં 3 લાખથી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ
  • આરટીઆઇ કરી હોવાનો પરેશ ધાનાણીએ કર્યો દાવો

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પ્રથમ અને બીજી લહેર દરમિયાન ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા પણ કથળી પડી હતી. લોકો ઇન્જેક્શન, દવાઓ અને હોસ્પિટલમાં એડમિટ થવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાવર્ડ યુનિવર્સિટીનો સર્વે રજૂ કર્યો હતો. જેમાં પાંચ ટકા વસ્તીમાંથી જ 16 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન ત્રણ લાખથી વધુ નાગરિકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાના આક્ષેપ પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યા હતા.

આ પણ વાંચો- અમરેલીની લીલાપાણી નેસમાં માલધારી સમાજની સ્થિતિ જાણવા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી બાઈક લઈને પહોંચ્યા

આંકડાની માયાજાળ

પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું હતું કે, અમરેલીની નગરપાલિકાઓ પૈકી 6 નગરપાલિકાઓના મૃત્યુ રજીસ્ટરમાં એપ્રિલ 2019ની સરખામણીએ એપ્રિલ 2021માં 1857થી વધુ મૃત્યુ નોંધાયા છે, પરંતુ સરકારના દાવા મુજબ એપ્રિલ 2021માં અમરેલીના ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં માત્ર 14 લોકોના જ મોત થયા છે, જ્યારે અમરેલીમાં બે મહિનામાં 11161 જેટલાના અગ્નિસંસ્કાર થયા છે. બાકીનાને બાજુના ગામમાં અગ્નિસંસ્કાર માટે લઇ જવાની ફરજ પણ બીજી લહેર દરમિયાન પડી હોવાના આક્ષેપ પણ પરેશ ધાનાણીએ કર્યા હતા.

પરેશ ધાનાણી

મુસ્લિમ કબ્રસ્તાનમાં 100 જેટલી દફનવિધિ થઈ હોવાની વાત પણ પરેશ ધાનાણીએ કરી

ઉપરાંત સ્થાનિક મુસ્લિમ કબ્રસ્તાનમાં 100 જેટલી દફનવિધિ થઈ હોવાની પણ વાત પરેશ ધાનાણીએ કરી હતી. આમ રાજ્યની 170 નગરપાલિકાઓમાંથી 68માં ઠાકોરના સમયમાં થયેલા મૃત્યુના આંકડાઓએનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે, માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધીમાં 16,892થી વધારે મૃત્યુ થયા હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો હતો.

રાજ્ય સરકાર મૃત્યુના આંકડા છુપાવી રહી છે : ધાનાણી

સમગ્ર રાજ્યમાં આંકડાઓને વિસ્તારિત કરવામાં આવે તો ગુજરાતમાં વાસ્તવિક જીવનના આંકડા ઓછામાં ઓછા બે લાખ 81 હજાર જેટલા હતા, તેમ છતાં પણ રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેરમાં 10075 નો સત્તાવાર મૃત્યુનો આંકડો જાહેર કરે છે. હકીકતમાં રાજ્ય સરકારની સત્તાવાર મૃત્યુની નોંધણી રજીસ્ટર પ્રમાણે મૃત્યુની સંખ્યા ભયાનક છે. રાજ્યની 170 નગરપાલિકામાંથી 68 નગરપાલિકામાં મૃત્યુ રજીસ્ટરની નકલના આધારે નિષ્ણાંતોના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે, માર્ચ 2020થી એપ્રિલ 2021ના ગાળાના અગાઉના વર્ષમાં એટલે કે વર્ષ 2019માં આ જ સમયગાળાની સરખામણીએ 16,892થી વધુના મૃત્યુ થયા છે.

સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપે

પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે, ત્યારે આજે પણ ફરીથી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના સ્વજનો અને રાજ્ય સરકાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરે. આ ઉપરાંત જે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રાજ્ય સરકાર સરકારી નોકરી આપે તેવી પણ માંગ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી.

આ પણ વાંચો- નાળિયેરીના પાકનું વળતર આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી માંગ

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યો સર્વે

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા રાજ્યના 18 હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જ્યારે હજુ પણ સર્વે યથાવત રાખવામાં આવે છે, જેથી રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સ્પષ્ટ આંકડા જાહેર કરે. આ ઉપરાંત રાજ્ય સરકાર મૃતકના સ્વજનોને 4 લાખની સહાય પણ તાત્કાલિક ધોરણે જાહેર કરે તેવી પણ માંગ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.