ETV Bharat / city

હવે ફાયર NOC દર 6 મહિને રિન્યૂ કરાવવું પડશેઃ મુખ્યપ્રધાન રૂપાણી - ફાયર એનઓસી રિન્યૂ

રાજ્યમાં આજના ભારે બનાવો અને ઘટનાઓ છેલ્લા બે વર્ષથી સામે આવી રહી છે. સુરતમાં તક્ષશિલા કાંડ હોય કે પછી અમદાવાદનો શ્રેય હોસ્પિટલ કાંડ આ તમામ ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાનમાલ અને મિલકતને આગથી રક્ષણ આપવા માટે હવે ફાયરસેફ્ટી એનઓસી મેળવવાનું અને દર 6 મહિને તેનું રિન્યુલ કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

હવે ફાયર NOC દર 6 મહિને રિન્યૂ કરાવવું પડશેઃ મુખ્યપ્રધાન રૂપાણી

author img

By

Published : Oct 1, 2020, 3:30 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફાયર મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં દરેક ઊંચી બિલ્ડિંગ, મકાનો, વાણિજ્ય સંકૂલ, કોલેજ, હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમો માટે ફાયરસેફ્ટી એનઓસી મેળવવાનું અને દર 6 મહિને તેનું રિન્યૂઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઈવેટ યુવા ઈજનેરોને જરૂરી તાલીમ બાદ ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે આવા ફાયર સેફટી ઓફિસર પાસે દરેક ઘર, મકાન માલિક, કબજેદારો, ફેક્ટરી ધારકોએ એનઓસી મેળવવાનું અને દર 6 મહિને NOC રિન્યુઅલ કરાવવું પડશે.

આમ રાજ્યના મહાનગરો અને નગરમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફટી ઓફિસરની પેનલ પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે ફાયર સેફ્ટી એક્ટની કલમ-12 મુજબ આવાસ ફાયર સેફટી ઓફિસર્સની પણ નિમણૂક કરવામાં આવશે, જેમાં મિકેનિકલ સિવિલ ઈલેક્ટ્રિકલ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે સહિતના યુવાન એન્જિનિયર અને રોજગારીની તકો પ્રાપ્ત થશે.

આમ, રાજ્યમાં અંદાજે 5 લાખથી વધુ મકાનો વાણિજ્ય સંકુલ શાળા-કોલેજો હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકારના આ નિર્ણયથી એનઓસી મેળવવાનો અને દર 6 મહિને રિન્યૂઅલ કરાવવાનું પણ સરળ રહેશે. જ્યારે મિલકત માલિકો અને કબજેદારો પોતાની પસંદગી મુજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ પણ મેળવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.