ETV Bharat / city

રાજયમાં ફટાકડા અંગે હજૂ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી: નીતિન પટેલ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એજન્સી દ્વારા તમામ રાજ્યો પાસે ફટાકડા ફોડવા અંગેના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવશે કે નહીં તે બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે હજી સુધી આ બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય લીધો નથી.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Nov 6, 2020, 8:54 PM IST

Updated : Nov 6, 2020, 9:57 PM IST

  • ફટાકડા ફોડવા બાબતે નીતિન પટેલે આપી માહિતી
  • ગ્રીન ટ્રિબ્યુનલની નોટિસ બાબતે નીતિન પટેલનું નિવેદન
  • ફટાકડા ફોડવા બાબતે નથી લેવાયો કોઇ નિર્ણય

ગાંધીનગર : કેન્દ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ એજન્સી દ્વારા તમામ રાજ્યોને ફટાકડા ફોડવા અંગેના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાન અને કર્ણાટકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતમાં ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવશે કે નહીં, તે બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્ય સરકારે હજૂ સુધી આ બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય લીધો નથી.

રાજયમાં ફટાકડા અંગે હજૂ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી : નીતિન પટેલ

રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

9 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે કે, રાજ્યમાં ફટાકડા ફોડવા કે નહીં. જ્યારે હજૂ સુધી રાજ્ય સરકારે ફટાકડા બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય કર્યો ન હોવાનું નિવેદન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા પ્રદૂષિત શહેરોમાં કદાચ ફટાકડા નહીં ફુટે તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે.

રાજસ્થાન અને કર્ણાટકમાં ફટાકડા પર પ્રતિબંધ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવને ફટાકડા ફોડવા કે નહીં તે બાબતની નોટીસ મોકલવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવશે. જેને ધ્યાનમાં લઇને સમગ્ર દેશમાં રાજસ્થાન, કર્ણાટક અને ઓરિસ્સા જેવા રાજ્યોએ ફટાકડા નહીં ફોડવાનો નિર્ણય કર્યો છે. આમ રાજસ્થાન, કર્ણાટક અને ઓરિસ્સા રાજ્યની સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારના નિર્ણયથી ફટાકડાના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફટાકડા પર પ્રતિબંધ મૂકાશે કે નહીં એ અંગે હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે કારણે હાલ ફટાકડાના વેપારીઓમાં અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં મોંઘવારીના માર ઉપરાંત ફટાકડા પર પ્રતિબંધ આવશે, તો ફટાકડાના વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે.

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશામાં ફટાકડા પર પ્રતિબંધ

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ફટાકડા ફોડવા ઊંચા નીચા થઈ રહ્યા છે, પરંતુ આ વખતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશા સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત આ ત્રણેય રાજ્યમાં ફટાકડાનું વેચાણ અને ખરીદી પણ નહીં થઈ શકે. અને જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવાળીમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકાર લગાવી શકે છે પ્રતિબંધ

દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાનું મહત્વ છે. પરંતુ ફટાકડાના કારણે પ્રદૂષણમાં પણ વધારો થાય છે, ત્યારે રાજ્યના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દિવાળીના તહેવારમાં ફટાકડા નહીં ફોડવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે. જેને ધ્યાનમાં લઇને ગુરૂવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિભાગ સાથે બેઠક યોજી હતી.

વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધની શક્યતા

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ફટાકડા નહીં ફોડવાનું પ્રતિબંધ રાજ્ય સરકાર ગમે તે સમયે લાવી શકે છે. ત્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોના મુખ્ય સચિવને આ બાબતની નોટિસ પણ મોકલી આપી છે. ગુજરાતમાં વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ પણ મુકાઈ શકે તેવી પણ શક્યતાઓ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ બાદ મુખ્ય પ્રધાને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે યોજી બેઠક

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ખાસ ઉચ્ચ બેઠક યોજીને રાજ્યના કયા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ છે તે અંગેની પણ ચર્ચા કરી હોવાનું સુત્રો તરફથી સામે આવી રહ્યું છે. ત્યારે હવે દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે, તે દરમિયાન રાજ્ય સરકાર ગમે તે સમયે વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરી શકે છે. જ્યારે આ પ્રતિબંધ કઈ રીતે જાહેર કરવો અને તેનું પાલન કઈ રીતે કરવું તે બાબતે પણ વિભાગ સાથે ચર્ચા થઇ હોવાનું સામે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ફટાકડા ફોડવાના કારણે ધુમાંડા થાય છે અને વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઈરસ પણ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસ હવાથી પણ ફેલાતો હોવાના કારણોથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

ઓરિસ્સા અને રાજસ્થાન દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા દેશના મોટાભાગના રાજ્યોમાં ફટાકડા નહીં ફોડવા બાબતની નોટિસ રાજ્યના મુખ્ય સચિવને મોકલવામાં આવી છે. ઓરિસ્સા અને રાજસ્થાન દ્વારા દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ફટાકડા પર પ્રતિબંધ મુરવો કે નહીં તે મુદ્દે વધુ સુનાવણી નવેમ્બરના રોજ કરવામાં આવશે. જો પ્રતિબંધ લગાવવામાં આવશે તો દિવાળી દરમિયાન પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે.

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને ફટાકડા અંગે યોગ્ય સમયે નિર્ણય લેવા અંગે જણાવ્ચું છે, ત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, કોરોના કાળમાં વેપારીઓને પડેલા આર્થિક ફટકામાંથી ઉગારી અને જનતા દ્વારા શુકન માટે ફટાકડા ખરીદ્યી લીધા બાદ સરકાર ફટાકડા પર પ્રતિબંધ લગાવી શકે છે.

Last Updated : Nov 6, 2020, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.