ETV Bharat / city

Presidential Election 2022: ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યા પછી કહી ચોંકાવનારી વાત - NDA presidential candidate Draupadi Murmu

ગાંધીનગરમાં આજે (સોમવારે) રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે (Presidential Election 2022) મતદાન થયું હતું. ત્યારે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ (Cross voting by Kandhal Singh Jadeja) પણ વિધાનસભા ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. ત્યારબાદ તેમણે એક ચોંકાવનારી વાત કહી હતી.

Presidential Election 2022: ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યા પછી કહી ચોંકાવનારી વાત

author img

By

Published : Jul 18, 2022, 2:43 PM IST

ગાંધીનગરઃ વિધાનસભા ખાતે આજે (સોમવારે) ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે (Presidential Election 2022) મતદાન કર્યું હતું. NCPના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા (NCP MLA Kandhal Jadeja) પણ મતદાન કરવા અહીં પહોંચ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, તેમણે વિપક્ષના ધારાસભ્ય થઈને પણ NDAના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને (NDA presidential candidate Draupadi Murmu) મત આપ્યો હતો. આ સાથે જ તેમણે ક્રોસ વોટિંગ (Cross voting by Kandhal Singh Jadeja) કર્યું હતું.

આ પણ વાંચો-Presidential Election 2022 : નવા રાષ્ટ્રપતિ બંધારણ અને લોકોના હક્કનું પાલન કરે : વિપક્ષ

કામ થઈ રહ્યા હોવાથી NDAને મત આપ્યો - NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ (NCP MLA Kandhal Jadeja) જણાવ્યું હતું કે, મારે ગુજરાતમાં રહેવાનું છે. મારા વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા હોવાથી મેં ભાજપનાં ઉમેદવારને મત આપ્યો છે. આ પહેલાં ગઈકાલે રાત્રે કૉંગ્રેસની એક બેઠક યોજાઈ હતી, જેમાં 2 ધારાસભ્યો હાજર નહતા રહ્યા અને તેઓ આજે સવારે સીધા પોતાનો મત આપવા વિધાનસભા પહોંચ્યા હતા.

આ પણ વાંચો- સુરતની ભાવિકાએ દ્રોપદી મુર્મુ પર પુસ્તક બનાવી સોનિયા ગાંધી-મમતા બેનર્જીને મોકલી

CMએ સવારે કર્યું મતદાન - મહત્વનું છે કે, દેશભરમાં આજે (સોમવારે) રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન (Presidential Election 2022) થઈ રહ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ ચૂંટણીમાં પોતાનો મત (CM vote for Presidential Election 2022) આપ્યો હતો. સાથે જ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય સી. જે. ચાવડાએ પણ મતદાન કર્યું હતું.

દ્રૌપદી મુર્મુ NDAના ઉમેદવાર - મહત્વનું છે કે, દેશના 15મા રાષ્ટ્રપતિ માટે આજે મતદાન (Presidential Election 2022) થઈ રહ્યું છે. NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર દ્રોપદી મુર્મુ છે. જ્યારે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર યશવંત સિન્હા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.