ગાંધીનગર: બ્લેકલિસ્ટ બાબતે ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સચિવાલયમાં તથા સરકારી અનેક વિભાગો આવ્યાં છે. જેમાં અરજદાર પોતાની રજૂઆત બરાબર ન થઈ શકી હોય ત્યારે તેઓ વારંવાર સચિવાલય આવતા હોય છે. તે દરમિયાન તેઓ અધિકારીઓ સાથે ગેરવર્ણત કરે છે અથવા તો ઓફિસની બહાર જ આત્મવિલોપનની ચીમકી પણ આપે છે.
જ્યારે અને લોકોએ પ્રધાનોની ઓફિસની બહાર પણ આત્મવિલોપનની ચીમકી આપી હોવાને કારણે સલામતીના ભાગરૂપે આ તમામ લોકોને સચિવાલયની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 400 જેટલા લોકોને સચિવાલયમાં બ્લેક લિસ્ટ કરવામાં આવ્યાં છે. વિધાનસભા સત્ર દરમિયાન પણ અનેક લોકો દ્વારા આત્મવિલોપનની ચીમકી કે આંદોલનની ચીમકી આપવામાં આવે છે, ત્યારે પણ ગાંધીનગર પોલીસ સલામતીના ભાગરૂપે આ તમામ લોકોની અટકાયત કરવામાં આવે છે, ત્યાર બાદ તેઓને સચિવાલયમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નથી. સલામતીના ભાગરૂપે ગાંધીનગર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 400થી વધુ લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યાં છે.