- વિધાનસભા ગૃહમાં વણવપરાયેલી રકમનો આંકડો સામે આવ્યો
- સામાજિક ન્યાય વિભાગના અનેક નિગમમાં રકમ હજુ વપરાય જ નથી
- કુલ 21,776.13 લાખ રૂપિયા વણવપરાયેલા
- નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત પણ રૂપિયા 21,872.92 લાખ વણવપરાયેલા
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા અનેક વિભાગના નિગમ અને કોર્પોરેશન માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ અનેક કારણોસર રાજ્ય સરકાર દ્વારા નિગમ અને વિભાગમાં ફાળવવામાં આવેલા નાણાં વર્ષના અંતે વણવપરાયેલા સામે આવે છે. ત્યારે આજે ગુરુવારે વિધાનસભાગૃહમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના બોર્ડ અને નિગમને જે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, તે કેટલી વપરાયેલી છે તેવો પ્રશ્ન પૂછતા, તેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કુલ 21,776.13 લાખ રૂપિયા વણવપરાયેલા છે.
ક્યાં નિગમોના નાણાં વણવપરાયેલા (આંકડા લોન પૈકી વણવપરાયેલા ગ્રાન્ટની રકમ લાખમાં)
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન
- વર્ષ 2019-20: 420.66
- વર્ષ 2020-21: 1486.05
ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 203.50
- વર્ષ 2020-21: 1000
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 1010.00
- વર્ષ 2020-21: 1500.00
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 752.45
- વર્ષ 2020-21: 1500.00
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 668.00
- વર્ષ 2020-21: 555.00
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 1858.43
- વર્ષ 2020-21: 889.36
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 1600.00
- વર્ષ 2020-21: 1800.00
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 1872.04
- વર્ષ 2020-21: 487.54
દિવ્યાંગ ગુજરાત વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 00
- વર્ષ 2020-21: 2.04
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 00
- વર્ષ 2020-21: 4144.06
ક્યાં કારણોસર રકમ વણવપરાયેલી રહી
વિધાનસભામાં ગૃહ રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, વારંવાર જાહેરાત આપી અરજીઓ માંગવામાં આવી હતી, પણ પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી ન હતી, તેમજ લોકડાઉન, લોન એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ સમય મર્યાદામાં જમા ન થવાથી, આ ઉપરાંત ટેક્નિકલ કારણો દર્શાવવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ
નેશનલ રૂરલ હેલ્થ મિશન ગ્રાન્ટની વિગતો સામે આવી
કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત ગ્રાન્ટ બાબતનો સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં કુલ 95,224 લાખ રકમ મળી હતી, જેમાં 73,351.08 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે હજુ 31 ડિસેમ્બર 2020 સુધીમાં 21,872.92 લાખ રૂપિયા વણવપરાયેલા હોવાનું સામે આવ્યું છે.