ETV Bharat / city

એક જ એમ્બ્યુલન્સમાં પાંચ મૃત્યુદેહની ઘટનામાં મેયરે તપાસનું કર્યું રટણ - દર્દીઓના મૃતદેહ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં પાંચ મૃતદેહ લઈ જવાની ઘટના સામે આવી છે, ત્યારે સમગ્ર ઘટનામાં ગુજરાત સરકારના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સરકારી આંકડાથી વિપરીત એવી આ તસવીર ગાંધીનગરમાં જોવા મળી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકો જાણે ઘેટા-બકરા હોય તે રીતે તેઓના મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી રહ્યા છે. ગાંધીનગર સેક્ટર 30નાં અંતિમધામના દ્રશ્યો છે, જેમાં એક સાથે પાંચ મૃતદેહ લઈ જવાની આ ઘટનાને લઈને જ્યારે કોર્પોરેશનના મેયર રીટાબેન પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમને તપાસનું રટણ કર્યું છે.

એક જ એમ્બ્યુલન્સમાં પાંચ મૃત્યુદેહની ઘટનામાં મેયરે તપાસનું કર્યું રટણ

author img

By

Published : Nov 26, 2020, 6:28 PM IST

Updated : Nov 26, 2020, 9:54 PM IST

  • એક એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા 5 દર્દીના મૃતદેહ લઈ જવાયા
  • ગાંધીનગરના મેયરે તપાસના નામે ફોડયું ઠીકરું
  • સરકારના સબ સલામતના દાવાઓ પોકળ સાબિત થયા

ગાંધીનગર: શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, અત્યંત આઘાતજનક એવી આ ઘટનામાં એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા પાંચ મૃતદેહ મુદ્દે ભરી સ્મશાને લઇ જવામાં આવ્યા હતા. આ પાંચ મૃતદેહમાં એક મહિલાનો પણ મૃતદેહ હોવાની વાત સામે આવી છે, આમ તંત્ર દ્વારા મૃત્યુ પામેલા દર્દીઓના મોતનો મલાજો પણ જળવાયો નથી અને અનેક એવા પરિવારોને આઘાતજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને ગાંધીનગર મેયર રીટાબેન પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમને ઢાંકપિછોડો કર્યો અને જણાવ્યું કે ગાંધીનગરમાં કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર સજાગ બની સારી કામગીરી કરી રહ્યું છે.

ગાંધીનગરમાં બે શબવાહિની હોવાનું કહેવામાં આવ્યું

કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓની સારામાં સારી સારવાર કરવામાં આવી રહી છે, કોરોનાના કારણે આસપાસના ગામના તમામ લોકો સારવાર માટે પણ ગાંધીનગર સિવિલમાં આવી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામેલા તમામ દર્દીઓની અંતિમવિધિ ગાંધીનગર અંતિમધામમાં કરવામાં આવી રહી છે. જ્યારે ગાંધીનગરમાં બે શબવાહિની હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક શબવાહિની મેયરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે તેવું તેમણે જણાવ્યું છે. જોકે આજની આટલી મોટી ગંભીર બેદરકારી સામે મેયરે માત્ર ઢાંકપિછોડો કર્યું હતું અને તપાસનું રટણ કર્યું છે.

એક જ એમ્બ્યુલન્સમાં પાંચ મૃત્યુદેહની ઘટનામાં મેયરે તપાસનું કર્યું રટણ

તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ઢાંકપિછોડો

ગાંધીનગર સ્મશાન ગૃહમાં એક જ એમ્બ્યુલન્સમાં પાંચ મુદ્દે લઈ જવાના મામલે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલએ ગંભીર ગણાવીને આવી ઘટના પ્રથમવાર બની હોવાનો દાવો કર્યો છે, તેઓએ કહ્યું છે સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓ પાસે રુિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેઓ વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. જોકે બીજી બાજુ સ્મશાન ગૃહમાં કામ કરતા કર્મચારીનું જણાવ્યું છે કે દરરોજ ત્રણથી ચાર મૃતદેહ એક જ એમ્બ્યુલન્સમાં આવી રહ્યા છે, જે સ્પષ્ટ રીતે સાબિત કરી રહ્યું છે કે ગાંધીનગરની પરિસ્થિતિ વિપરીત છે. જ્યારે સરકારી આંકડા અને સ્મશાન ગૃહમાં આવેલા મૃતદેહના આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ એક જ શબવાહિનીમાં કોરોનાથી મૃત્યુ પામેલા 5 દર્દીઓના મૃતદેહ લવાતા ચકચાર, સરકાર કોરોનાના આંકડા છુપાવી રહી હોવાના ઉઠ્યા સવાલ

Last Updated : Nov 26, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.