- ગાંધીનગર એલ.આર.ડી. ઉમેદવારોની કરાઈ અટકાયત
- એલ.આર.ડી.માં સંખ્યા વધારવાની કરાઈ રહી છે માંગ
- છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યો છે વિરોધ
- પોલીસ સાથે થયું સામાન્ય ઘર્ષણ
ગાંધીનગર: મહિલા ઉમેદવારોનો એલ.આર.ડી બાબતે પ્રશ્ન પૂર્ણ થયો છે, ત્યારે હવે ફરીથી પુરુષોનો આલ.આર.ડી બાબતનો પ્રશ્ન હવે સામે આવ્યો છે, છેલ્લા અગિયાર માસથી એલ.આર.ડી.ની સંખ્યામાં વધારાની માંગ સાથે એલ.આર.ડી. ઉમેદવારોએ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વિરોધ કર્યો હતો, જેમાં પોલીસે પણ વિરોધની જાણ હતી નહી અને પોલીસ ઘટના સ્થળે આવતા યુવાનો તથા પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
200થી વધુ લોકો થયા હતા ભેગા
ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એલઆરડી પુરુષ ઉમેદવારોએ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું, અચાનક વિરોધ પ્રદર્શનથી પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી અને ત્યારબાદ પોલીસે અચાનક ઉમેદવારની અટકાયત કરી હતી, તે દરમિયાન ઉમેદવારો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
છેલ્લા 11 માસથી કરાઈ રહ્યું છે આંદોલન
રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો થતા પુરુષ ઉમેદવારોએ પણ સંખ્યામાં વધારો કરવાની માંગ કરાઈ હતી, છેલ્લા અગિયાર મહિનાથી પુરુષ ઉમેદવારો સતત આંદોલન કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારનો સરકાર તરફથી વળતો જવાબ ન મળતા સોમવારના રોજ અચાનક જ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું. મહત્વની જો વાત કરવામાં આવે તો આઇબી અને પોલીસને પણ આ વાતની સુધ્ધા જાણ ન હતી.
પોલીસે તમામ લોકોની ટીંગાટોળી કરીને અટકાયત કરી
200થી વધારે ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભેગા થયા હતા અને we want justiceના નારા લગાવી રહ્યા હતા, આ સાથે જ રાજ્ય સરકારના પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક પોલીસ આવી ગઈ હતી અને આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જો વાત કરવામાં આવે તો પોલીસ સ્ટાફ આવતાની સાથે જ તમામ ઉમેદવારો એક થયા હતા, જેમાંથી પોલીસે અમુક આગેવાનોને તરફ અટકાયત કરવાની શરૂ કરી તે દરમિયાન અન્ય આંદોલનકારીઓએ આગેવાનોને બચાવવા માટે પોતે પણ પોલીસ સાથેના જ ક્ષણમાં પડ્યા હતા, આ સાથે જ આ સમગ્ર ઘટનામાં પોલીસ અને આંદોલનકારીઓ સામે પણ આવી ગયા હતા, પરંતુ અંતે ટીંગાટોળી કરીને તમામ લોકોની અટકાયત પોલીસે કરી છે.
એપેડેમીક એક્ટ મુજબ નોંધાશે ગુનો ?
વર્તમાન સમયમાં પોતાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એપેડેમીક એક્ટ-1987 જિલ્લા તંત્ર દ્વારા ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકે નહીં, તેની જાહેરનામું બહાર પાડવામાં આવે છે, તે દરમિયાન એલઆરડીના ઉમેદવારોએ આંદોલન છેડ્યું હતું અને 200થી વધુ લોકો એક જગ્યાએ ભેગા થયા હતા, મહત્વની જો વાત કરવામાં આવે તો તમામે જવા દો સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ અચાનક પોલીસ આવતાની સાથે જ તમામ લોકો એક થઇ ગયા હતા અને સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા, ત્યારે હવે પોલીસ એપેડેમીક ગુનો નોંધશે કે નહીં તે પણ જોવું રહ્યું ?