ETV Bharat / city

તીડ પાકિસ્તાન થઈ બલુચિસ્તાન તરફ જશે, કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે આપી માહીતી

ગાંધીનગર: ગત કેટલાક દિવસોથી બનાસકાંઠાના આસપાસના વિસ્તારોમાં તીડનું આક્રમણ વધી ગયું છે. તીડના કારણે ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. તીડના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ 130 જેટલી ટીમને કાર્યરત કરવામાં આવી છે. જેમાં શુક્રવારે માહીતી અનુસાર હવે તીડનું ઝુંડ રાજસ્થાનથી પાકિસ્તાન જઈને બલુચિસ્તાન તરફ જશે.

ETV BHARAT
તીડ હવે પાકિસ્તાન થઈને બ્લુચિસ્તાન તરફ જશે, કેન્દ્ર અને રાજ્યની 130 ટીમ કાર્યરત
author img

By

Published : Dec 27, 2019, 4:42 PM IST

રાજ્યના કૃષિ અગ્ર સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ઝેરી દવાના છંટકાવથી ૨૫ ટકા જેટલા તીડનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શુક્રવારે વધુ પ્રમાણમાં તીડનું મારણ કરવામાં આવ્યું છે. પહેલાં તીડ મારવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રોનનો ઉપયોગ ફાયદાકારક ન હોવાથી હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં નહીં આવે. ખેડૂતો તરફથી સરકારને ખાસ રજૂઆત કરવામાં આવી હતી કે, ખેતરમાં સ્પ્રીંકલિંગ સિસ્ટમ શરૂ કરવાથી તીડ ખેતરમાં ઉભા પાકમાં બેસતા નથી. જેથી રાજ્ય સરકારે હવે બનાસકાંઠાના તીડ પ્રભાવિત વિસ્તારમાં સવારે પણ વિજળી આપવાનો નિર્ણય કર્યો છે.

તીડ પાકિસ્તાન થઈ બલુચિસ્તાન તરફ જશે, કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે આપી માહીતી

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, થરાદ તાલુકમાં તીડ નિયંત્રણનો બીજો દિવસ શરૂ છે. જેમાં શુક્રવારે ફરી લોકેશન મેળવીને તીડને મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે હવાની દિશા પલટવાને કારણે તીડ રાજસ્થાન તરફ વળ્યા છે. ગુરૂવારે કેન્દ્ર સરકારે તીડ નિયંત્રણની ટીમમાં વધારો કર્યો હતો. જેથી હવે રાજ્ય સરકારની 100 ટીમ અને કેન્દ્ર સરકારની 27 ટીમ કાર્યરત છે.

તીડના કારણે ઉભા પાકને નુકસાન થવા અંગે રાજ્યના કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે રાહત આપવાની જાહેરાત પણ કરી હતી.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠાના આસપાસના વિસ્તારોમાં નું આક્રમણ વધી ગયું છે ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે કરોડોની સંખ્યામાં તીડ ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કુલ 130 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં આજે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હવે તીડ નું ઝુંડ રાજસ્થાન થી પાકિસ્તાન જઈને બ્લુચીસ્તાન તરફ જશે.Body:રાજ્યના કૃષિ અગ્ર સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઝેરી દવાના છંટકાવ થી ૨૫ ટકા જેટલા તીડનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે વધુ પ્રમાણમાં તીડ નું મારણ કરવામાં આવ્યું છે. જ્યારે તીડ મારવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ ડ્રોનનો ઉપયોગ ફાયદાકારક ના હોવાથી હવે ડ્રોન નો ઉપયોગ કરવામાં આવશે નહીં.. જ્યારે ખેડૂતો તરફ થી સરકાર ને ખાસ રજુવાત કરવામાં આવી હતી કે ખેતરમાં સ્પ્રીંકલિંગ સિસ્ટમ શરૂ કરવાથી તીડ ખેતરમાં ઉભા પાકમાં બેસતા નથી જેથી રાજ્ય સરકારે હવે બનાસકાંઠા ના તીડ પ્રભાવિત વિસ્તારમાં સવારે પણ વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જ્યારે પરમારે વધુમાં જણાવ્યુ હતુ કે થરાદ તાલુકમાં તીડ નિયંત્રણ બીજો દિવસ છે. જેમાં આજે ફરી લોકેશન મેળવીને તીડ ને મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે હવે હવાની દિશા પાલટવાને કારણે તીડ હવે રાજસ્થાન બાજુ ફર્યા છે. જ્યારે ટ્રેકટર માઉન્ટ ટિમ માં વધારો કરવામાં આવ્યો છે. આમ ગઈ કાલે કેન્દ્ર સરકારે પણ ટિમ માં વધારો કર્યો ચેમ જેમાં રાજ્ય સરકાર ની 100 ટીમ અને કેન્દ્ર સરકાર ની ટીમ 27 ટિમ કાર્યરત છે.

બાઈટ... પુનમચંદ પરમાર મુખ્ય અગ્ર સચિવ કૃષિConclusion:જ્યારે તીડને કારણે ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર એસ ડી આર એફ ના નિયમ પ્રમાણે ખેડૂતોને રાહત થશે તેવું જાહેરાત પણ રાજ્યના કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.