સુરત: જિલ્લાના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. તેમાંના એક જ્યોતિકા લાઠીયાએ (corporator Jyotika Lathiya left AAP) Etv Bharatને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી તેમને બંધનમાં રાખે છે. સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તેમને અવગણે છે. પ્રજાના કામો થતા નથી. તેથી તેઓ ભાજપમાં જોડાયા છે.
સવાલ: ભાજપમાં આપ સત્તાવાર જોડાયા છો તે વિશે શું કહેશો?
જવાબ: અમે નાગરિકોની સમસ્યા દૂર કરવા ભાજપમાં જોડાયા છીએ. અમે આમ આદમી પાર્ટીમાં રહીને નાગરિકોનું કાર્ય કરી શકતા નહોતા.
આ પણ વાંચો: ક્રૂરતાની પરાકાષ્ઠા : આઠ માસના બાળકનું એ રીતે માથું પછાડ્યું કે થઈ ગયું બ્રેઈન હેમરેજ, જૂઓ વીડિયો...
સવાલ: આમ આદમી પાર્ટીમાં શું સમસ્યા હતી?
જવાબ: અમારા સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી ઘણી વાર રજૂઆત કરવા છતાં તેઓ મારા કતારગામ વોર્ડ નંબર-8માં આવતા ન હતાં. જો તેઓ એ તરફ આવે છતાં પણ અમને મળતા નહોતા. તેમણે અમને સાંભળ્યાં જ નથી.
આ પણ વાંચો: Surat AAP Workers Protest: સુરતમાં AAP કાર્યકર્તાઓ ભડક્યા, પક્ષ પલટો કરનારા કોર્પોરેટરના પૂતળાનું કર્યું દહન
સવાલ: તમે આ અંગે પાર્ટીમાં ઉપરના સ્તરે ફરિયાદ કરી?
જવાબ: અમને પાર્ટીમાં ઉપરના સ્તરે ફરિયાદ કરવા સુધી પહોંચવા દેવાયા જ નથી.
સવાલ: આપ આગળ શું ભવિષ્ય જોઈ રહ્યા છો?
જવાબ: હું ફરીથી ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડવા તૈયાર છું. મારા પાંચ વર્ષનો કોર્પોરેટર તરીકેનો કાર્યકાળ પૂરો કરીને જ રહીશ.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરોએ રાજીનામા આપતા સુરત મહાનગરપાલિકાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ શકે છે. જેમાં જ્યોતિકા લાઠીયા (Jyotika Lathiya left AAP and joined BJP) ફરીથી ઉમેદવારી નોંધાવવા ઉત્સુક છે. તેમનો દાવો છે કે, છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની ઉપર ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ થયો નથી.