ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 14 દર્દીને ડિસ્ચાર્જ કરાયા - કોરોનાના કેસ

છેલ્લા 24 કલાકની અંદર 20 થી પણ ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે શુક્રવારે 14 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. ઘણા સમયથી મૃત્યુ દર બિલકુલ ઓછો થઈ ગયો છે. રિકવરી રેટ પણ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Aug 20, 2021, 10:50 PM IST

  • 20 ઓગસ્ટે 17 પોઝિટિવ કેસ નોંધાયા
  • 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
  • અત્યાર સુધી 4.22 કરોડથી વધુ લોકોએ લીધી રસી

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 20 ઓગસ્ટના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં 17 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસો અને આ સ્થિતિ રહી તો બિલકુલ કેસો ઘટી સિંગલ ડિજીટમાં આવી શકે છે. જોકે રસીકરણ આમ તો 3 લાખથી વધુ થતું હોય છે પરંતુ આજે શુક્રવારે તેની સરખામણીએ ઓછું રસીકરણ થયું હતું.

  • આજના દિવસે 2,75,726 લોકોનું રસીકરણ થયું

રાજ્ય સરકારની યાદી મુજબ આજે 20 ઓગસ્ટે 2,75, 726 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે. આજે પોણા ત્રણ લાખ આસપાસ રસીકરણ થયું છે. જોકે ક્યારેક 3થી 3.5 લાખ સુધી રસીકરણ થતું હોય છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ મળી અત્યાર સુધી 4,22,69,188 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી 45 વર્ષનાને આજે 1,46,912 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે 35,439 લોકોને બીજો ડોઝ મળ્યો હતો.

  • કોર્પોરેશન વિસ્તારમાં પણ સિંગલ ડિજિટમાં કેસ

રાજ્યમાં કોરોનાની યાદી મુજબ છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 5, સુરતમાં 2 અને વડોદરામાં 3, જૂનાગઢમાં 2, જામનગરમાં 2, ભાવનગરમાં 1 કેસ નોંધાયો હતો. આણંદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના 0 કેસ નોંધાયા છે. જોકે ગ્રામ્ય લેવલે જેટલા કેસ પહેલા આવતા હતા તે અત્યારે જીરો આવી રહ્યા છે.

  • કોરોનાની વર્તમાન સ્થિતિ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 186 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 180 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 6 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,078 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,008 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.