ETV Bharat / city

અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા, કૉંગ્રેસે કામગીરીની પદ્ધતિના કારણે વધુ એક MLA ગુમાવ્યા - Ashwin Kotwal on AAP

સાબરકાંઠા ખેડબ્રહ્મા કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે વિધિવત્ રીતે ભાજપમાં (Khedbrahma Congress join MLA Ashvin Kotwal) જોડાઈ ગયા છે. આ પહેલા હિંમતનગરથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ હવે ગુજરાત કૉંગ્રેસની નૈયા રામ ભરોસે હોય (Earthquake in Gujarat Congress) તેવો ઘાટ સર્જાયો છે.

અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા, કૉંગ્રેસે કામગીરીની પદ્ધતિના કારણે વધુ એક MLA ગુમાવ્યા

author img

By

Published : May 3, 2022, 10:11 AM IST

Updated : May 3, 2022, 12:28 PM IST

ગાંધીનગરઃ સાબરકાંઠા ખેડબ્રહ્મા કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં (Khedbrahma Congress join MLA Ashvin Kotwal) જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે તેમને ભાજપની ટોપી પહેરાવી પરંપરાગત રીતે પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ સાથે જ ભાજપે કૉંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે. ગાંધીનગર કમલમ્ ખાતે પત્રકાર પરિષદમાં અશ્વિન કોટવાલે કોંગ્રેસ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

અશ્વિન કોટવાલ હવે ભાજપના થયા
અશ્વિન કોટવાલ હવે ભાજપના થયા

કૉંગ્રેસની કામ કરવાની પદ્ધતિથી હું નારાજ હતોઃ કોટવાલ - ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે અશ્વિન કોટવાલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસમાં પક્ષના કામ કરવાની પદ્ધતિ સામે મારી નારાજગી હતી. આદિવાસીઓને છેતરીને પોતાના ખિસ્સા ભરવાની પદ્ધતિથી હું નારાજ હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કામગીરી કરી છે. આ સાથે જ અશ્વિન કોટવાલે આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર આક્ષેપ (Ashwin Kotwal on AAP) કર્યો હતો.

પાટિલે ટોપી પહેરાવી કર્યું સ્વાગત
પાટિલે ટોપી પહેરાવી કર્યું સ્વાગત

સવારે વિધાનસભાનાં અધ્યક્ષને આપ્યું હતું રાજીનામું- આ અગાઉ તેમણે કૉંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામું (Ashwin Kotwal resigns from Congress) આપી દીધું હતું. તેમણે સવારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને (Speaker of Gujarat Legislative Assembly Dr. Nimaben Acharya) સોંપ્યું હતું. જોકે, હવે તેમણે વિધિવત્તે રીતે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.

અશ્વિન કોટવાલે કૉંગ્રેસના તમામ પદ પરથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો- કૉંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ... આજે લાગશે વધુ એક ઝટકો

અશ્વિન કોટવાલનું કરાયો વિશેષ સત્કાર - આજે સવારે સાબરકાંઠા સહકારી બેન્કના ચેરમેન દ્વારા અશ્વિન કોટવાલનું (Sabarkantha Khedbrahma Congress MLA Ashwin Kotwal) વિશેષ સત્કાર કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે હાથ મૂકીને તેમને ભાજપમાં આવકાર્યા હતા. આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં જ કૉંગ્રેસ આંતરિક લડાઈમાં જ ગૂંચવાઈ હોય તેવું લાગી રહ્યું છે.

Last Updated : May 3, 2022, 12:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.