- નારાજી નથી નાનું મોટું બધું ચાલતું જ હોય છે
- પ્રધાનમંડળ શપથ વિધિ માટે આજે સવારથી જ ધારાસભ્યોને ફોન આવ્યા હતા
- જુના પ્રધાનમંડળના પ્રધાનોને પડતા મુકાયા
ગાંધીનગર : ગઈકાલથી તમામ વિધાનસભાના ધારાસભ્યને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. જેઓ એમ.એલ.એ ક્વાર્ટર ખાતે ભેગા થયા હતા. ગુજરાતના નવા ચહેરાઓ સામે આવશે તે પ્રકારની વાત સામે આવી હતી. જે સાચી પડી હતી. જેમાં પ્રધાનમંડળમાં વિધાનસભાના ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી ગુજરાતના રાજકારણમાં પણ બદલાવ આવ્યો છે. જો કે, તેમના માટે ચેલેન્જ એ પણ છે કે, 15 મહિના બાદ જ ચૂંટણી યોજાશે.
પાંચ ટર્મથી ધારાસભ્ય હોય તેવા લોકોને ચાન્સ મળવો જ જોઈએ
સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, મને ક્યાય નારાજગી દેખાતી નથી. નાનું-મોટું તો ચાલતું જ રહે છે એ બધું સમય મુજબ શાંત થઈ જશે. નવા પ્રધાનોનો નિર્ણય પણ ઘણો સારો જ છે. બધાને તક મળવી જોઈએ. પાંચ ટર્મથી ધારાસભ્ય હોય તેવા લોકોને ચાન્સ મળવો જ જોઈએ. બધા ધારાસભ્યને તેમની લાયકાત પ્રમાણે પ્રધાનમંડળમાં સ્થાન આપવું જ જોઈએ. જેથી ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય ખૂબ જ સારો છે. કોઈ સિનિયર નારાજ નથી આવું તો બધું ચાલ્યા કરે.
કોઈ સિનિયર નારાજ નથી આવું તો બધું ચાલ્યા કરે
સિનિયર પ્રધાનોની નારાજગી વચ્ચે નવા પ્રધાનમંડળમાં ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી જુના પ્રધાનોને સ્થાન અપાશે તેઓનું શું તે અંગે પણ હવે પ્રશ્નો ઉભા થયા છે. તેથી ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. રમેશ ધડુકને પૂછાયેલા પ્રશ્નમાં તેમને જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે ટ્રાયબલ ધારાસભ્યોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો સિનિયરની વાત કરવામાં આવે તો કોઈ સિનિયર નારાજ નથી આવું તો બધું ચાલ્યા કરે.