ETV Bharat / city

International Forest Day: "નમો વડ વન", રાજ્યમાં 33 જિલ્લામાં 75 સ્થળોએ વડ વન ઉભાં કરાશે - નમો વડ વન

21 માર્ચે એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Guidance of Gujarati Chief Minister) દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે એક ઉદાહરણ રૂપ પીએમ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણપ્રિય હેતુસર ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરી હતી.

International Forest Day: "નમો વડ વન", રાજ્યમાં 33 જિલ્લામાં 75 સ્થળોએ વડ વન ઉભાં કરાશે

author img

By

Published : Mar 21, 2022, 8:41 PM IST

ગાંધીનગર: ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગુજરાતે મુખ્યપ્રધાનશ્રીના ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વન સાથે જન જોડી વન મહોત્સવો(Forest Festival) દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધાર્યુ છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. PM મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’(Namo Vad Van) રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણપ્રિય હેતુસર મુખ્યપ્રધાનશ્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી.

આઝાદીકા અમૃત મહોત્સવ આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું 'નમો વડ વન' નિર્માણ અભિયાન

વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે - તમામ જિલ્લામાં વડ વન "નમો વડ વન' અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. આઝાદીકા અમૃત મહોત્સવ આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું 'નમો વડ વન' નિર્માણ અભિયાન(Namo Vad Van Nirman Abhiyan) રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા(mythological and historical significance banyan tree) પુન: પ્રસ્થાપિત કરશે. તેમજ ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપશે, CM ભૂપેન્દ્ર પટેલે ‘નમો વડ વન’ના વાવેતર કાર્યક્રમમાં 33 જિલ્લાના 75 સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વન પ્રેમીઓને ‘બાયસેગ’ના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો અને સંવાદ કર્યો હતો. ગુજરાતમાં વન સાથે જન જોડીને(Joining the people with forest) રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે. વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ(Way to increase green cover) અપનાવ્યો છે.

આ પણ વાંચો: 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ, 2011ની સરખામણીએ જંગલોની સંખ્યા ઘટીને 8 ટકા થઈ

મહામારીમાં સ્વચ્છ પ્રાણવાયુ માટે મહત્વ - કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આપણને સ્વચ્છ પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધુ છે. વધુને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા તેમજ વડના વૃક્ષ જેવા અક્ષયવૃક્ષથી સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા આ વન મહોત્સવો અને હરિયાળી ક્રાંતિ ઉપયુકત બન્યા છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડના વૃક્ષનો આપણા પુરાણોમાં પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. એટલું જ નહિ, વટવૃક્ષની ઉપયોગિતા અને માનવજીવનમાં તેના ઉપકારોને પરિણામે વડને રાષ્ટ્રિય વૃક્ષ ગણવામાં આવ્યું છે. રાજ્યમાં આવા વડના વૃક્ષોના જે વન, ‘નમો વડ વન’ અન્વયે ઉભા થશે તે આવનારી પેઢીઓ માટે પર્યાવરણ સુરક્ષ અને સ્વચ્છ વાયુની દેન આપનારા બનશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે

બે વર્ષમાં 6900 હેકટરનો વધારો - CM ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2021ના(Forest Survey of India 2021) અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 6900 હેકટરનો વધારો થયો છે. રાજ્યમાં 2003માં વન વિસ્તાર બહાર અંદાજે 25.10 કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે 2021ની વૃક્ષ ગણતરી મુજબ 39.15 કરોડ વૃક્ષો થયા છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ(economic basis is wild products) જેના પર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓના જતનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે તેથી જ વૃક્ષો વન્યજીવોની આદિ અનાદિ કાળથી પૂજા અર્ચના થતી આવી છે. વનબાંધવોના જીવનનો આર્થિક આધાર વન્ય પેદાશો છે. આપણે એ વનબાંધવોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે.

આ પણ વાંચો: મોરબી DySP કચેરી ખાતે વન મહોત્સવ 2020ની ઉજવણી

વન બંધુઓની આજીવિકા - CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણ વનપેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે. એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30 થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, 5891 હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા 20 કરોડની જોગવાઇ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.