- ETV BHARATના 28 મે ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલની ઈમ્પેક્ટ
- રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ
- મહિલા કર્મચારીએ જવાબ આપવા માગ્યો સમય
ગાંધીનગર : નાણાં વિભાગના વર્ગ 2ના કર્મચારી તેના વિભાગના સિનિયર મહિલા કર્મચારી સમક્ષ ઓફિસમાં વર્તન મામલે અગાઉ મુખ્યપ્રધાન રૂપાણી સમક્ષ ફરિયાદ કરી હતી. જેના પગલે સમગ મામલે તપાસ સોપવામાં આવી છે. જો કે Etv Bharatમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ રાજ્ય સરકારનું નાણા વિભાગ સફાળી રીતે જાગ્યું છે અને નાણાં વિભાગની વર્ગ 1 મહિલા અધિકારીને પોતાનો જવાબ રજૂ કરવા માટેનો સમય ગાળો આપ્યો છે.
આ પણ વાંચો : મધ્યાહ્ન ભોજન યોજનામાં ફરજ બજાવતાં 96,000 કર્મીઓને જૂનથી પગાર મળશે
શું હતી ફરિયાદ?
રાજ્યના નાણા વિભાગના કલાક 1 અને કલાસ 2ના બે અધિકારીઓની આંતરિક લડાઈમાં ગાંધીનગર ખાતે રહેલી હિસાબી તિજોરી શાખાના નાયબ નિયામક મહિલા અધિકારી ચારુ ભટ્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે, મહિલા અધિકારી ઓફિસમાં શિસ્ત રીતે વર્તન કરતા નથી, તદ ઉપરાંત સરકારી મશીનરીનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. તદ ઉપરાંત સરકારને જાણ કર્યા વગર બારોબાર વિદેશ યાત્રા કરી આવ્યા છે અને નાણા વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચારી રહ્યા છે. જો કે વર્ગ 2ના અધિકારી પૂરાવા સાથે મુખ્યપ્રધાન રૂપાણી સમક્ષ ફરિયાદ કરતા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ તેમ છતાંય વર્ગ 1 અધિકારી ચારુ ભટ્ટ સામે સખત પગલાં ભરવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો : 15 ડિસેમ્બરથી ભારતીય રેલવે અગાઉ જાહેર કરાયેલી ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન પરીક્ષાઓ યોજશે
ચાર્જશીટ તૈયાર હવે પગલાં ક્યારે લેવાશે
આ મામલે અહેવાલ 28 મે ના રોજ પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ ગુજરાત સરકારનું નાણા વિભાગ હરકતમાં આવ્યું અને તેમને હિસાબી તિજોરી શાખાના મહિલા અધિકારી ચારુબેન સમક્ષ ચાર્જશીટ તૈયાર કરી છે અને તેમના સાથી અધિકારી લગાવેલા આક્ષેપ સાચા છે કે, ખોટા તેનો જવાબ પુરાવા સાથે આગમી 13 દિવસમાં નાણા વિભાગ સમક્ષ રજૂ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ગ 2ના કર્મચારી કરેલી ફરિયાદને આધારે નાણા વિભાગે આરોપનામું રજૂ જાહેર કર્યું છે. જેમાં શિસ્ત ભંગ કરવા બદલ નાણા વિભાગે ચારુ ભટ્ટને ચાર્જશીટ આપી છે, ત્યારે હવે આ મહિલા અધિકારીએ પોતાના પર લગાવેલા આરોપ અંગે નાણા વિભાગમાં કેવા પ્રકારનો ખુલાસો કરે છે, તેના પર નાણાં વીભાગના કર્મચારીની નજર મંડાયેલી છે. તે જોવું રહ્યું...