ETV Bharat / city

રાજ્યમાં જે એકમો એકસપોર્ટ કરે છે તે એકમો 25 એપ્રિલથી કામ શરૂ કરી શકશેઃ અશ્વિની કુમાર - Ashwini Kumar

રાજ્યમાં જે એકમો એકસપોર્ટ કરે છે અને જેમની પાસે એકસપોર્ટના ઓર્ડર હાથ પર છે તેવા એકમો આગામી શનિવાર 25 એપ્રિલથી શરૂ કરી શકાશે. તેમજ રાજ્યના 66 લાખ કાર્ડધારકો -પરિવારોના 3.25 કરોડ લોકોને આગામી શનિવારને 25 એપ્રિલથી વ્યકિતદીઠ 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે તેમ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરે છે તેવા ઊદ્યોગ એકમો 25મી એપ્રિલથી કામ શરૂ કરી શકશેઃ અશ્વિની કુમાર

author img

By

Published : Apr 23, 2020, 8:56 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં જે એકમો એકસપોર્ટ કરે છે અને જેમની પાસે એકસપોર્ટના ઓર્ડર હાથ પર છે તેવા એકમો આગામી શનિવાર 25 એપ્રિલથી શરૂ કરી શકાશે. તેમજ રાજ્યના 66 લાખ કાર્ડધારકો -પરિવારોના 3.25 કરોડ લોકોને આગામી શનિવારને 25 એપ્રિલથી વ્યકિતદીઠ 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે તેમ મુખ્યપ્રધાનના અંગત સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરે છે તેવા ઊદ્યોગ એકમો 25મી એપ્રિલથી કામ શરૂ કરી શકશેઃ અશ્વિની કુમાર

ઊદ્યોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરીને પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતના કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા-સલામતિની ગાઇડલાઇન્સના નિયમો પણ જાળવવા પડશે. રાજ્યના અંત્યોદય, ગરીબ વર્ગના 66 લાખ પરિવારો જે NFSA અન્વયે દર મહિને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે. તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતુ. વધુમાં જણાવ્યું કે રાજ્યના 66 લાખ કાર્ડધારકો-પરિવારોના 3.25 કરોડ લોકોને આગામી શનિવારને 25 એપ્રિલથી વ્યકિતદીઠ 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે. કાર્ડધારકોને 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણ 25થી 29 એપ્રિલ દરમ્યાન કરવામાં આવશે.

NFSA કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંકડા 1 અને 2 છે, તેવા ધારકોને 25 એપ્રિલ શનિવારે, જ્યારે 3 અને 4 છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને રવિવારેને તા.ર૬ એપ્રિલે, તેમજ 5 અને 6 છેલ્લા અંક ધરાવતા કાર્ડધારકને સોમવારે 27 એપ્રિલ, 7 અને 8 અંક ધારકોને મંગળવારે 28 એપ્રિલ તેમજ 9 અને 0 છેલ્લો અંક હોય તેવા NFSA કાર્ડધારકો 29 એપ્રિલે બુધવારે અનાજ આપવામાં આવશે.

વધુમાં કહ્યું કે GSDMAમાં આપવામાં આવતું આવું દાન-ડોનેશન જાહેર સાહસો, ઊદ્યોગ એકમોને CSRના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે. લોકડાઉનની સ્થિતીમાં નાના-નાના સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવતા અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. સ્વરોજગારી સાથે જોડાયેલા પ્લમ્બર, કારપેન્ટર, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરીંગ-ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

રાજ્યમાં નગરો-મહાનગરોની હદ બહારના ગ્રામ્ય વિસ્તારોમાં 20 એપ્રિલથી ઊદ્યોગ એકમો ફરી શરૂ કરવાની પરવાનગીઓ ભારત સરકારના નિયમોને આધિન આપવાની થયેલી શરૂઆત અંતર્ગત ગુજરાતમાં 35 હજાર એકમો કાર્યરત થયા છે. એટલું જ નહિ, 3 લાખ 25 હજાર શ્રમિકો-કામદારોને રોજી-રોટી મળતી થઇ છે. રાજ્યના 66 લાખ NFSA કાર્ડધારકોને હાલની વિકટ સ્થિતીમાં આર્થિક સહાય આપવા રૂ. 1 હજાર આવા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવાની 20 એપ્રિલથી શરૂઆત થઇ છે. રાજ્યના 8 મહાનગરોના આવા 11.38 લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં રૂ. 113 કરોડની રાશિ જમા થઇ છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 340 કરોડ રૂપિયાની રકમ 34 લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા થઇ છે તેમ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.