ગાંધીનગર કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસરમાં (Jambusar Bharuch district) ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક (Bulk Drug Park Bharuch) સ્થાપવા આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક (Bulk drug parks Andhra Pradesh Himachal Pradesh) સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે (Gujarat Industrial Development Corporation) દ્વારા જગ્યા આઈડેન્ટિફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમિટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો આપણને લાગે કે, પહેલો નંબર આપણો છે પણ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડેઃCM
સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન સ્કીમ સ્ટીયરીંગ કમિટી (Scheme Steering Committee of Central Govt) દ્વારા પ્રપોઝલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક (Bulk Drug Park will establish in Bharuch Jambusar) સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. જે થકી ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂપિયા 1000 કરોડની સહાય આપવામાં આવશે. જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન (Manufacturing of bulk drugs) શક્ય બનશે.
બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ફાયદો આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખુબ જ ફાયદો થશે. ગુજરાતને ફાર્મા ઉદ્યોગનું કેપિટલ (Gujarat Capital of Pharma Industry) માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલો છે. મેડિકલ ડિવાઇસીસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit 2022) થકી નવી ઇન્ડસ્ટ્રીઝના વિકાસ થકી ગુજરાતમાં રોકાણ વધારવા અને રોજગારીની તકો વધારવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો Vibrant Summit 2022: બે દિવસીય કોન્ફરન્સની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી
ગુજરાતનો ઔધોગિક વિકાસ રાજ્યમાં નવી રોજગારની તકો ઊભી થશે. ગુજરાતના ઔધોગિક વિકાસને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી ભારત સરકારનાં વિઝન મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત ખરાં અર્થમાં સાર્થક થશે.