- રાજ્ય સરકાર શ્રમ રોજગરમાં શ્રમિકો માટે કરશે તમામ કામકાજ
- બાળ મજૂરી માટે રાજ્ય સરકાર કડક કાયદાનો અમલ કરાવશે
- પંચાયત વિભાગમાં પણ કરવામાં આવશે મોટા પાયે કામકાજ
ગાંધીનગર : ભુપેન્દ્ર પટેલની કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનો દ્વારા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવી રહ્યો છે. પૂજાવિધિ કરીને પ્રધાનો પોતાના ચેમ્બરમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ETV Bharat સાથે રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર તથા પંચાયતી વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં મિરજાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં બાળમજૂરી પર પ્રતિબંધ છે, પરંતુ જો એવી ઘટના સામે આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
શ્રમિકો માટે કરવામાં આવશે આયોજન
બ્રિજેશ મિરજાએ ETV Bharat સાથે વધુમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના સ્વામી અને રોજગારનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના શ્રમિકો અને કામદારો માટે નવી યોજનાઓ લાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કોઈપણ શ્રમિકો બેરોજગાર નહીં રહે. સાથે જ પીડિત શ્રમિકો માટે પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.
પંચાયતી વિભાગમાં થશે મહત્વના ફેરફાર
બ્રિજેશને રાજ્યકક્ષાના પંચાયતી વિભાગનો પણ હવાલો આપવામાં આવ્યો છે, ત્યારે બ્રિજેશ મિરજાએ ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પંચાયત વિભાગમાં પણ સમય પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત વિજય રૂપાણીની સરકાર દ્વારા પણ અનેક સારા કામકાજ કરવામાં આવ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને પાછળની સરકાર દ્વારા જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યા છે. તે રોડમેપ પર જ વિકાસના રથને વધુ આગળ ધપાવવામાં આવશે.
ભાજપ પક્ષના આભાર માન્યો
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બ્રિજેશ પટેલને સમાવવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સી. આર. પાટીલ તથા ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં જે પણ કાર્ય થશે, તેમાં કોઈપણ શ્રમિક કામદારોનું શોષણ થતું હશે તો તેઓનું શોષણ અટકાવવામાં આવશે. જ્યારે બાળમજૂરીની ઘટના જો સામે આવશે, તો તેવી ફેક્ટરીઓ પર પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું નિવેદન રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ નિવેદન આપ્યું છે.