ETV Bharat / city

સરકારના નિયમ પ્રમાણે દુકાનો-ધંધા ચાલુ રાખજો, 3 વાગ્યા પછી દુકાન ખુલ્લી હશે તો થશે કાયદેસરની કાર્યવાહી: DGP

રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આંશિક નિયંત્રણે લગાવીને નાના વેપારીઓને રાહત આપી છે. આ સાથે જ 9:00થી 3 કલાક સુધી જ વેપાર રોજગાર કરવાની પરવાનગી આપવામાં આવી છે.

સરકારના નિયમ પ્રમાણે દુકાનો-ધંધા ચાલુ રાખજો

author img

By

Published : May 21, 2021, 4:09 PM IST

  • રાજ્યમાં કોવિડની મહામારીમાં પોલીસ બની એક્ટિવ
  • રાજ્ય સરકારની જાહેરાત સવારે 9થી 3 જ વેપાર ધંધા ચાલુ
  • પોલીસ ગમે ત્યારે કરી શકશે ચેકિંગ
  • જો ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો વેપાર ધંધા થશે બંધ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આંશિક નિયંત્રણે લગાવીને નાના વેપારીઓને રાહત આપી છે. આ સાથે જ 9:00થી 3 કલાક સુધી જ વેપાર રોજગાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 3 વાગ્યા સુધી જ વેપાર રોજગાર ચાલુ રાખી શકાશે જો 3 કલાક પછી કોઇપણ વેપારી પોતાનો વેપાર ચાલુ રાખ તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 99 ટકા બિનજરૂરી વાહનો ફરતાં બંધ થયાં, 6,49,000નો દંડ ભરાયો

લગ્નમાં પોલીસનું ચેકિંગ

રાજ્યમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 વ્યક્તિઓ ફિક્સ કરવામાં આવ્યા હતા જ્યારે અંતિમવિધિમાં 20 વ્યક્તિઓની જ હાજરી ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે લગ્ન બાબતે રાજ્ય સરકારે ઓનલાઈન અરજી કરીને લગ્નની પરવાનગી માટેની સૂચના આપી હતી. આ બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,041 લગ્નમાં પોલીસનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં 109 ગુના વગર માસ્ક અને 50થી વધુ લોકો સામેલ હોય તેવા 11 કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે કાયદા ભંગના કેટલા ગુના નોંધાયા

DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 36 જિલ્લામાં રાત્રી કરફ્યૂ અને દિવસના પ્રતિબંધ લાગુ છે, ત્યારે 20 મેના રોજ કલમ 188ના ભંગ બદલ 2,635 ગુનાઓ, માસ્ક વગર 10,043 ગુનાઓ અને કુલ 1,561 વાહનોની જપ્તી કરવામાં આવી છે. ગત 1 વર્ષમાં કરફ્યૂમાં 4.50 લાખ ગુનાઓ માસ વગરના 33 લાખ ગુનાઓ અને કરફ્યૂ દરમિયાન વાહન ચલાવવામાં નોંધાયા છે. આમ કુલ 6.50 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

મેડિકલ માફિયા વિરુદ્ધ ગુનાઓ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી ગયો છે, પરંતુ કોરોના બાદ મ્યુકર માઇકોસીસની બીમારી પણ હવે મહામારી જાહેર થઇ છે. તેમના ઇન્જેક્શન પણ બજારમાં ઉપલબ્ધ નથી, ત્યારે આ ઇન્જેક્શનમાં પણ હવે લોકો કાળા બજાર કરવા લાગ્યા છે. પોલીસ દ્વારા મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શન બ્લેકમાં વેચાણ કરતા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઓક્સિજન માટે અમદાવાદ અને સુરતમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે. રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં કુલ 43 ગુના દાખલ કરીને 130 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.