- ગૃહપ્રધાન અમિત શાહે ચક્રવાતી તોફાનને લઈને યોજી સમીક્ષા બેઠક
- પ્રભાવિત થનારા ક્ષેત્રમાં સ્વાસ્થ્ય તેમજ બચાવ કાર્યોની કરી સમીક્ષા
- ગૃહપ્રધાને ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે યોજી હતી બેઠક
ગાંધીનગર: ગૃહપ્રધાન અમિત શાહે તૌકતે ચક્રવાતના માર્ગમાં આવતા સંભવિત કેન્દ્રોને નુક્સાનથી બચાવવા અને કોરોના દર્દીઓની સુરક્ષા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતા. અમિત શાહે ઓક્સિજન ઉત્પાદન હોસ્પિટલ નજીકમાં સ્થાપીને તેમજ વીજળી જનરેટર સુરક્ષા નિશ્ચિત કરવા જણાવ્યું હતું. જેથી જરૂરત મુજબ દર્દીનું સ્થળાંતર કરી શકાય. ગૃહપ્રધાન અમિત શાહે ઓક્સિજન ઉત્પાદન સંયંત્રોની પણ સમીક્ષા કરી હતી. આગામી 2 દિવસ માટે ઓક્સિજનનો જથ્થો સુનિશ્ચિત કરવા અને પાડોશી રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરોની અવરજવર માટે અગ્રીમ યોજના બનાવવા નિર્દેશ આપ્યા હતા.
જરૂર પડે તો સેના પણ કામગીરી માટે તૈયાર
ગૃહપ્રધાન દ્વારા સરકાર અને તેમની એજન્સીઓ દ્વારા દરેક સંભવ સહયોગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મદદ માટે ગૃહમંત્રાલયમાં એક ડિઝાસ્ટર વોર રૂમ કાર્યરત છે. જેનાથી કોઈ પણ રાજ્ય જરૂરિયાતના સમયે મદદ માટે સંપર્ક કરી શકશે. ભારતીય તટ રક્ષક દળ, નૌ સેના, વાયુ સેનાને પણ મદદ માટે તૈયાર રાખવામાં આવ્યા છે અને વિમાન તેમજ હેલિકોપ્ટર મારફતે હવાઈ સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.