ETV Bharat / city

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ગયા વર્ષે દ્વારકા, આ વર્ષે જામનગરમાં 14 ઇંચ વરસાદ, 25 જેટલાને કરાયા એરલીફ્ટ - gandhinagar

ગુજરાતમાં વર્ષ 2020માં ચોમાસાની સિઝનમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાને પાણી-પાણી કરીને 24 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો, ત્યારે આ વર્ષે ચોમાસાની સીઝન અંતિમ તબક્કામાં છે. ત્યારે રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
author img

By

Published : Sep 13, 2021, 7:17 PM IST

  • રાજ્યના સૌરાષ્ટ્ર રિઝનમાં ભારે વરસાદ
  • જામનગર અને રાજકોટ પાણીમાં ડૂબ્યા
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે તંત્રને એલર્ટ આપ્યું

ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ 2020માં ચોમાસાની સિઝનમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાને પાણી-પાણી કરીને 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે આ વર્ષે ચોમાસાની સીઝન અંતિમ તબક્કામાં છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારમાં તોફાની બેટિંગ કરી છે. જેમાં જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના રેસ્ક્યૂ કરાયા છે, જ્યારે એરફોર્સ દ્વારા પણ 25 જેટલા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ભારે વરસદની આગાહી
રાજ્યમાં ભારે વરસદની આગાહી

ક્યાં કેટલો વરસાદ નોંધાયો

રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 147 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં 17.5 ઇંચ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટના લોધિકામાં છેલ્લા બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ, જામનગરના કાલાવડમાં પણ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 4 તાલુકામાં 12 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 14 તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 20 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે, 31 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો, 55 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી રિવ્યુ બેઠક

નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ વિધિ બાદ સંકુલ 1 માં મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યાની ગણતરીની મિનિટોમાં જ જામનગર અને રાજકોટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે આજે જે પરિસ્થિતિ સર્જાઇ છે તે પરિસ્થિતિ બાબતની રીવ્યુ બેઠક ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી હતી, ત્યારે જો પરિસ્થિતિ વધારે બગડશે તો લગભગ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરી શકે છે.

NDRFની ટીમ કામગીરી શરૂ

જે રીતે સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાય આપી દેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં એક એનડીઆરએફની ટીમ, જામનગરમાં બે એનડીઆરએફની ટીમ કાર્યરત કરવામાં આવી છે. સાથે જ વધારાની બે ટીમને પણ મોકલવામાં આવી છે, જ્યારે એનડીઆરએફ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ પણ કરવામાં આવી રહ્યા છે.

હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, સોમનાથ સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.