ETV Bharat / city

Health Department Gujarat: બદલી માટે અધિકારીઓ અને કર્મચારીઓએ કરવી પડશે ઓનલાઇન અરજી - ટ્રાન્સફર માટે ઑનલાઇન એપ્લિકેશન સિસ્ટમ

રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ (gujarat health department employees and officers)એ પોતાની બદલી માટે ઓનલાઇન અરજી (online application for transfer) કરવી પડશે. જો ઓનલાઇન અરજી કરી હશે તો જ બદલી કરવામાં આવશે. એટલું જ નહીં, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પણ બદલી (online application for transfer of contract employees) માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Health Department Gujarat: બદલી માટે અધિકારીઓ અને કર્મચારીઓએ કરવી પડશે ઓનલાઇન અરજી

author img

By

Published : Dec 3, 2021, 9:13 PM IST

  • કર્મચારીઓ અને અધિકારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવી પડશે
  • બદલી માટે ઓફલાઇન અરજી સિસ્ટમ રદ કરવામાં આવી
  • કોન્ટ્રાકટ પર રહેલા અધિકારીઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ (gujarat health department employees and officers)ની બદલી માટે પહેલા ઓફ લાઇન અરજી આપવામાં આવતી હતી તે સિસ્ટમ હવે રદ કરવામાં આવી છે. તેના બદલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની બદલી કરાવવા માટે ઓનલાઇન અરજી (online application for transfer) આપવી ફરજિયાત રહેશે.

તમામ અધિકારી-કર્મચારીએ ઓનલાઈન અરજી આપવી પડશે

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય તબીબી સેવાઓ (public health medical services gujarat) અને તબીબી શિક્ષણ (medical education gujarat) અને NHM હેઠળ ફરજ બજાવતા તમામ કાયમી અને કોન્ટ્રાક્ટ પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની (online application for transfer of contract employees) સેવા વિષયક બાબતોને સુચારું બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા (Simplicity and transparency in transfer) લાવવા ઓનલાઇન અરજીની સિસ્ટમ (online application system for transfer) શરૂ કરવામાં આવી છે.

2 ડિસેમ્બરથી સિસ્ટમ લાગુ કરવામાં આવી

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ 2 ડિસેમ્બર 2021થી લાગુ કરવામાં આવી છે, જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ Aarogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ઓનલાઇન મળેલી અરજીઓના આધારે જ બદલી કરવામાં આવશે તે સિવાય કોઈપણ અરજીઓ ધ્યાને લેવાશે નહીં, તેવું પણ આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓની પણ થશે બદલી

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની બદલી થતી નહોતી અને જે તે જિલ્લામાં તેઓએ ફરજ બજાવી પડતી હતી. ત્યારે અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા તમામ કોન્ટ્રાકટ કર્મચારીઓની બદલી થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: AMC Layoffs medical employees : વધુ 1104 કર્મીની છટણી થઇ, આરોગ્યભવન ખાતે વિરોધ પ્રદર્શન થયું

આ પણ વાંચો: Omicron Variant alert in kutch: ઓમિક્રોનને લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.