ETV Bharat / city

Gujarati Artist Joins BJP: કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... અનેક ગુજરાતી કલાકારો સાથે વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ગુજરાતી ફિલ્મોના અનકે કલાકારો અને વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા (Gujarati Artist Joins BJP) હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આ. પાટીલે ગુજરાતી ફિલ્મના કલાકારોનું ભાજપમાં (Gujarati Artist Joins BJP) સ્વાગત કર્યું હતું. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ અન્ય અગ્રણીઓને ભાજપમાં આવકાર્યા હતા.

Gujarati Artist Joins BJP: કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... અનેક ગુજરાતી કલાકારો સાથે વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarati Artist Joins BJP: કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... અનેક ગુજરાતી કલાકારો સાથે વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા
author img

By

Published : Feb 3, 2022, 10:10 AM IST

Updated : Feb 3, 2022, 11:47 AM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજ્યમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તેવામાં બુધવારે ગુજરાત ભાજપમાં પણ અનેક નવા ચહેરાઓ જોડાયા હતા. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ગુજરાતી ફિલ્મોના અનેક કલાકારો, નિર્માતાએ કેસરિયો ધારણ (Gujarati Artist Joins BJP) કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન બાબુ શાહની પુત્રી જાગૃતિ શાહ (Jagruti Shah joins BJP) પણ કોંગ્રેસ છોડીને ભાજપના શરણે આવ્યાં હતાં. તેમની સાથે કુલ 44 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તમામ લોકોને ભાજપમાં આવકાર્યા હતા.

ગુજરાતી કલાકારોએ કેસરિયો ધારણ કર્યો
કોંગ્રેસના કચ્છના હોદ્દેદાર જાગૃતિ પંડ્યા ભાજપમાં જોડાયાં

આ પણ વાંચો- Naresh Patel to join Politics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

આ કલાકારો ભાજપમાં જોડાયા

કમલમ્ ખાતે બુધવારે ગુજરાતી ટેલિવિઝન અને સિને જગતના જાણીતા કલાકારો ભાજપમાં જોડાયા (Gujarati Artist Joins BJP) હતા, જેમાં ભક્તિ કુબાવત, મમતા સોની, ફાલ્ગુની રાવલ, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલ ઠક્કર, સની કુમાર, પ્રશાંત બારોટ, જ્યોતિ શર્માનો સમાવેશ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુજરાતી ફિલ્મો અને કલાકારોને સારી એવી મદદ અને પ્રોત્સાહન (BJP government promotes Gujarati films) આપી રહી છે. આનાથી આકર્ષાઈને તેઓ ભાજપ સાથે જોડાયા હતા. ઉલ્લેખની છે કે, ભાજપ સાથે અગાઉથી જ ગાયક અરવિંદ વેગડા, વિજય સુવાળા જેવા અનેક કલાકારો જોડાયેલા છે.

ગુજરાત ફિલ્મ દિગ્દર્શક સની કુમાર
ગુજરાત ફિલ્મ દિગ્દર્શક સની કુમાર
જાણીતી અભિનેત્રી કામિની પટેલ
જાણીતી અભિનેત્રી કામિની પટેલ

આ પણ વાંચો- ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં, ટૂંક સમયમાં જોડાશે AAPમાં: યોગેશ જાદવાણી

જાગૃતિ શાહ પૂર્વ નાણા પ્રધાન બાબુભાઈ શાહનાં (Jagruti Shah joins BJP) પુત્રી છે. તેઓ કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યાં છે. આ ઉપરાંત બાબુ શાહના પુત્ર ગૌતમભાઈ તથા કચ્છ જિલ્લાના પૂર્વ મહામંત્રી યુવરાજસિંહ લીંબાડ, કોંગ્રેસ શહેરના પૂર્વ મહામંત્રી વિજય વઢવાણ સહિત 44 કાર્યકરો ભાજપમાં (Congress workers joined BJP) જોડાયા હતા.

વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા
વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા
અનેક ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા
અનેક ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા

પ્રદેશ મહમંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કર્યું સ્વાગત

પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જાગૃતિ શાહનું ભાજપમાં (Jagruti Shah joins BJP) સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાપર વિસ્તારમાં જાગૃતિ શાહનું મોટું યોગદાન છે. તેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવ્યાં છે. ભાજપમાં જોડાતા સંગઠન શક્તિને તેનો લાભ મળશે. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અગાઉ કોંગ્રેસીઓને ભાજપમાં આવકાર આપવાની ના પાડી ચૂક્યા છે. તે મુદ્દે પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, તેઓ મૂળ ભાજપના જ છે અને આ તેમની ઘરવાપસી છે.

કોંગ્રેસના કચ્છના હોદ્દેદાર જાગૃતિ શાહ ભાજપમાં જોડાયાં

જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવત
જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવત

ખેડા સહકારી બેન્ક પર આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનું વર્ચસ્વ

આ સાથે જ ખેડા સહકારી બેન્ક ઉપર ભાજપનું આઝાદી બાદ પ્રથમ વખત વર્ચસ્વ (Kheda Sahakari Bank BJP) સ્થપાયું છે. સહકારી બેન્કની ચૂંટણીમાં 17 બેઠક પૈકી 9 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે 4 બેઠકો બિનહરીફ જીતીને ભાજપે કુલ 13 બેઠક જીતી હતી.

Last Updated : Feb 3, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.