- રાજ્યમાં વેક્સિનમાં 50 ટકા ટાર્ગેટ પૂર્ણ
- 6 કરોડમાંથી 4.93 કરોડ વેક્સિનેશનને પાત્ર
- 2.48 કરોડને આપવામાં આવી વેક્સિન
ગાંધીનગર: કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેક્સિનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે 29 જુલાઇ 2021 સુધીમાં રાજ્યમાં 50 ટકા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
ડોઝ પ્રમાણે ગણતરી
અત્યાર સુધી 2,48,56,842 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 19,66,506 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને અત્યાર સુધી વેક્સિન આપવામાં આવી છે.
45થી વધુ વયના 1,20,71,902 લોકોનું વેક્સિનેશન
18થી 44 વયજૂથના 1,08,18,434 લોકોનો સમાવેશ થાય છે. 28 જુલાઈના રોજ 4 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
આ પણ વાંચો- Corona Cases in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા
3,26,14,461 ડોઝ આપવામાં આવ્યાં
આજે સમગ્ર રાજ્યમાં 29મી જૂલાઇના રોજ 4,39,045 લોકોને કોરોના વેક્સિનથી સાંકળી લેવામાં આવ્યા છે. આમ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ કોરોના વેક્સિનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 29મી જુલાઇ સુધીમાં 3,26,14,461 ડોઝ આપવામાં આવ્યાં છે.