ગાંધીનગરઃ આ અધિકારીઓમાં સચીવ (નર્મદા) સોનલ મિશ્રા-ભાવનગર, પ્રવાસન સચીવ મમતા વર્મા-પાટણ, જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટર એ. એમ. સોલંકી-બનાસકાંઠા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ના એમ.ડી. શાહમીના હૂસૈન-ભરૂચ, વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજૂ-પંચમહાલ, કુટિર ઊદ્યોગ સચિવ સંદીપકુમાર-આણંદ અને નાણાં (ખર્ચ) સચિવ રૂપવંતસિંઘ અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસ નિયંત્રણ તથા તેને સંલગ્ન કામગીરીમાં માર્ગદર્શન, સુપરવિઝન અને અમલીકરણ કરાવશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 121 માર્કેટયાર્ડ કાર્યરત થઇ ગયા છે. જેમા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને ત્યાં કામગીરી શરૂ થઇ છે. અત્યાર સુધીમાં 231054 કવીન્ટલ અનાજ અને ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે આવ્યા છે. આ ઉત્પાદનોમાં ઘઉં 135023 કવીન્ટલ, એરંડા 60706 કવીન્ટલ તેમજ રાયડો 11655 અને અન્ય જણસીઓ 96334 કવીન્ટલના સમાવેશ થાય છે. રાજ્યમાં સાવલી-વડોદરા માર્કેટયાર્ડ 60 કવીન્ટલ, આણંદના પેટલાદમાં કેરયાર્ડમાં 100 કવીન્ટલ અને મહેસાણાના વિજાપૂરમાં ખેડૂતો પાસેથી સીધી 30 હજાર કવીન્ટલ તમાકુની ખરીદી થઇ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રત કરવા અપાયેલી પરવાનગીઓ અન્વયે જિલ્લા કક્ષાએથી 34 હજારથી વધુ એકમોને ચાલુ કરવા મંજૂરીઓ અપાઇ છે અને 2 લાખ 40 હજાર જેટલા શ્રમિકો-કામદારોને આ ઊદ્યોગોમાં રોજગારી મળી રહી છે. રાજ્યમાં બાંધકામ હેઠળના વિવિધ 254 કન્સ્ટ્રકશન પ્રોજેકટસમાં 17400 શ્રમિકો રોજી મેળવી રહ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં અંત્યોદય ગરીબ પરિવારોને આર્થિક આધાર આપવા NFSAનો લાભ મેળવતા 66 લાખ કાર્ડધારકો-ગરીબ પરિવારોના બેન્ક ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવવાની જે શરૂઆત કરાવી છે. રાજ્યમાં પ્રથમ દિવસે 6 આદિજાતિ વિસ્તારોમાં લાભાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવાની શરૂઆત કરીને રૂ. 65 કરોડ, બીજા દિવસે 12 જિલ્લાઓમાં રૂ. 85 કરોડ અને બુધવારે 7 જિલ્લાઓમાં રૂ. 84 કરોડ મળી અત્યાર સુધીમાં 25 જિલ્લાના 23 લાખ લાભાર્થીઓને કુલ રૂ. 235 કરોડ સહાય ચુકવી દેવામાં આવી છે.