- ગુજરાત NCC ડાયરેક્ટરેટના 65,000 NCC કેડેટ્સનો રાષ્ટ્રભાવનાનો નવતર અભિગમ
- 'એક મૈં સો કે લિયે' સોશિયલ મીડિયા અભિયાન ("Ek Mein So Ke Liye" campaign)ના પાંચમા તબક્કાનો મુખ્યપ્રધાને કરાવ્યો પ્રારંભ
- કારગીલ વિજય દિવસ (Kargil Victory Day)ની 22 મી વર્ષગાંઠ 26 જુલાઈએ
- ભારતના સરહદના રખોપા કરતા સેનાનીઓ-જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી NCC છાત્રો પ્રદર્શન કરશે રાષ્ટ્ર ભક્તિ ભાવના
ગાંધીનગરઃ ગુજરાતના NCCના ડિરેક્ટોરેટ (Directorate of NCC, Gujarat)ના 65,000 NCC કેડેટ્સે રાષ્ટ્રભાવનાનો નવો અભિગમ અપનાવ્યો છે. હાલમાં જ "એક મેં સો કે લિયે’ અભિયાન ("Ek Mein So Ke Liye" campaign)ના ચાર તબક્કાઓમાં સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી 14 લાખ ટ્વિટર હિટની સિદ્ધી મેળવી હતી. આ માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ NCC ડાયરેક્ટરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ અરવિંદ કપુર (Arvind Kapoor, Additional Director General, NCC Directorate, Gujarat)ને અર્પણ કર્યું હતું.
આ પણ વાંચો- હવે NCCને પણ કોલેજમાં વિષય તરીકે ભણાવવામાં આવશે
NCCના અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે આપ્યું સર્ટિફિકેટ
ગુજરાત NCCના કેડેટ્સ (Directorate of NCC, Gujarat) 25,000 શુભેચ્છા કાર્ડ્સ (Greeting cards) ભારતીય સેના (Indian Army)ના વીર જવાનોને કારગિલ વિજય દિવસ (Kargil Victory Day)ની 22મી વર્ષગાંઠ નિમિત્તે 26 જુલાઈએ પહોંચાડશે. NCCના કેડેટ્સે 'એક મેં સો કે લિએ' અભિયાન ("Ek Mein So Ke Liye" campaign)ના ચાર તબક્કામાં સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી 14 લાખ ટ્વિટર હિટ મેળવીને નવી સિદ્ધિ હાંસલ કરી હતી. આ અંગે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તેમને સર્ટિફિકેટ પણ અપાયું હતું. મુખ્યપ્રધાને આ સર્ટિફિકેટ NCC ડાયરેક્ટરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ અરવિંદ કપુરને અર્પણ કર્યું હતું.
આ પણ વાંચો- કચ્છમાં નોંધાયો વર્લ્ડ રેકોર્ડ,સંસ્થાએ અકસ્માત વીમા પોલિસીના 3000 પ્રીમિયમ ભર્યા
NCC પાસ ઉમેદવારોને પોલીસ ભરતીમાં અગ્રતા અપાઈ છે
NCC ‘C’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાનોને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા આપવામાં આવે છે. તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani)એ NCC કેડેટ્સને સંબોધન કરતા જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે, બટાલિયનની સંખ્યા વધે અને વધુને વધુ યુવાઓ NCCમાં જોડાઈ રાષ્ટ્ર સેવા દાયિત્વ નિભાવે તેવું આહ્વાન મુખ્યપ્રધાને આ કાર્યક્રમ દ્વારા કર્યું હતું.
ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં NCCની વિવિધ બટાલિયનના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં વેક્સિનેશન (Vaccination) માટે પણ અલીપ 'એક મૈં સો કે લિયે' અભિયાનના પ્રથમ તબક્કામાં હરેક NCC કેડેટ્સે 100 સંબંધી મિત્રો-શહેરીજનોને ફોનથી સંપર્ક કરી કોરોના પ્રોટોકોલ અને રસીકરણની જાગૃતતા વધારી છે. બીજા તબક્કામાં વૃધ્ધો-વયસ્ક વડીલોની સેવી વંદના કરી છે. ત્રીજા તબક્કામાં પૂર્વ સૈનિકો, શસસ્ત્ર દળોના વીરગતિ પામેલા જવાનોની વિધવાઓને સહાયક બન્યા છે. જ્યારે ચોથા તબક્કામાં કોરોના વોરિયર્સ, ડૉક્ટર્સ, નર્સ, વોર્ડ બોય, આરોગ્ય સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે. આ અવસરે ગુજરાત NCCની વિવિધ બટાલિયનના હાઈકમાન્ડના અધિકારીઓ ઉપરાંત મુખ્યપ્રધાનના અંગત સચિવો પણ હાજર રહ્યા હતા.