ગાંધીનગર : વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યની ભુપેન્દ્ર પટેલની નવી સરકાર (Bhupendra Patel government) 3 માર્ચના રોજ વિધાનસભામાં નવું બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ રહેશે અને રાજ્યના નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇ પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરશે.
આ પણ વાંચો: Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ
પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન
ગુજરાત વિધાનસભા બજેટ (Gujarat Legislative Budget 2022) સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું પ્રવચન પ્રથમ સત્રમાં રહેશે, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ સભ્યો કે જેઓ અત્યારે આયા તે નથી તેઓના શોખ દર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ 3 માર્ચના રોજ ગુજરાત રાજ્યનું બજેટ (Gujarat Budget) વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Central Budget 2022 : ગુજરાત વેપારી મહામંડળને બજેટની આશા-અપેક્ષા, MSME માટે અલગ ફંડની માંગણી
બજેટ સત્રની ટૂંકી વિગતો
ગુજરાત વિધાનસભા માટે 2 માર્ચથી બજેટ સત્ર શરૂ થશે, જેમાં પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી આ બજેટ સત્ર શરુઆત કરવામાં આવશે. 3 માર્ચે ભુપેન્દ્ર પટેલની નવી સરકાર વિધાનસભામાં નવું બજેટ રજૂ કરશે, આ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. રાજ્યપાલના સંબોધન પર 3 દિવસ સુધી ચર્ચા ચાલશે, અંદાજ પત્ર પર 4 દિવસ, પૂરક માંગણીઓ પર 2 દિવસ, અંદાજ પત્રની મંગણીઓ અને મતદાન માટે 12 દિવસ થશે ચર્ચા, સરકારી વિધેયકો પર 4 દિવસ ચાલશે ચર્ચા અને સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે.