ETV Bharat / city

રાજ્ય સરકારની મહત્વની જાહેરાતઃ ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂપિયા 12 હજારની સહાય અપાશે - ગાંધીનગર ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આજે ગુરુવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને લઈને મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર ખરીદવા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર 12,000ની સહાય આપશે. જ્યારે ઈલેક્ટ્રીક રિક્ષા માટે સામાન્ય જનતાને 48,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

vijay rupani
ગુજરાત સરકારની નવી જાહેરાત
author img

By

Published : Sep 17, 2020, 10:16 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં નગરો અને શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી યોજના જાહેર કરી છે.

આ યોજના અંતર્ગત રાજ્યના ધોરણ 9થી લઈને કૉલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હિલર ખરીદવા રાજ્ય સરકાર 12,000 રૂપિયાની આર્થિક સહાય કરશે. આ સહાય સબસીડી અંતર્ગત 10,000 વાહનો આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત કી-રિક્ષા ખરીદીમાં પણ 48,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને 5000 લોકોને તેનો લાભ મળશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી રૂપે નાગરીકોને રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ આપી હતી. સાથે-સાથે બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલી મૂકવામાં આવી છે.

આ યોજનાનું લોન્ચિંગ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સોલર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેમાસ મહત્તમ સૂર્યપ્રકાશ મેળવતું રાજ્ય છે. જે અંતર્ગત સોલાર રૂફ ટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે. આગામી સમયમાં ઉર્જાને લગતા નવા 10 જેટલા MOU પણ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.