- ગામ કે શહેરમાં સીધો પ્રવેશ અપાશે નહીં
- તમામ કલેક્ટરોને અપાયા આદેશ
- ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કરાશે
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લીધો છે, રાજયમા કોરોનાનું સંક્રમણ અટકે અને ઓછા લોકો સંક્રમિત થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરી રહ્યુ છે. ત્યારે હાલ ચાલી રહેલા કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે પરત ગુજરાત આવે ત્યારે તેમને તેમના ગામ કે શહેરમાં સીધો પ્રવેશ અપાશે નહીં. તમામ કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કુંભના મેળામાં કોરોનાના કેસ વધતા સમય પહેલા મેળો પૂર્ણ થવાની સંભાવના
14 દિવસ આઇઓલેશનમાં રહેવું પડશે
મુખ્ય પ્રધાને આ સંદર્ભમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, કુંભના મેળામા ગયેલા શ્રદ્ધાળુઓ જયારે ગુજરાત પરત ફરશે ત્યારે તે તમામ લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટીંગ દરમિયાન કોઈ યાત્રિક સંક્રમિત હશે તો તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમામાં રાખીને અલગ કરવામાં આવશે. આ નિર્ણય યોગ્ય પણ છે. કુંભના મેળામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી. લોકોએ કોરોનાને લઈને તકેદારી પણ રાખી નથી જેથી તેમનો ટેસ્ટ કરવો પણ જરૂરી જ છે.
આ પણ વાંચો:હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ
આવા યાત્રિકો સુપર સ્પ્રેડર ન બને માટે તકેદારીના ભાગરૂપે ટેસ્ટ કરવામાં આવશે
CMએ વધુમાં જણાવ્યું છે કે, આવા યાત્રિકો સુપરસ્પ્રેડર ન બને તેની પણ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવશે અને આ હેતુસર રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને આદેશ આપી દેવામાં આવ્યા છે કે, તેમના જિલ્લાના આવા કોઈ વ્યક્તિ કે યાત્રી કુંભના મેળામાંથી પરત આવે ત્યારે જે તે ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જે નેગેટિવ હશે તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર સુનિશ્ચિત કરશે.