ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર માટે પડકારજનક બાબત એ છે કે હજુ પણ રાજ્યના 30 લાખથી વધુ લોકો એવા છે કે જેમણે રસીનો પ્રથમ ડોઝ (Gujarat Demand Of Vaccine Dose 2022) નથી લીધો. ત્યારે રાજ્ય સરકાર રસીના સમયની અવધિ વીતી ના જાય તેની તકેદારી રાખવામાં વ્યસ્ત બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર પાસે હજુ 26.90 લાખ વેકસીનના ડોઝ (vaccine dose 2022) હાલના સમયમાં બફર (Vaccine demand calculation) રાખવામાં આવ્યા છે.
30 લાખ જેટલા રસીકરણમાં બાકી
રાજ્યમાં હાલના તબક્કે જોઈએ તો 30 લાખ કરતાં વધારે લોકો એવા છે કે જેમણે રસીનો પ્રથમ અને બીજો ડોઝ જ નથી લીધો. કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીની સમય અવધિ 9 માસ (Vaccine demand calculation) સુધીની છે ત્યારે ઉપલબ્ધ વેક્સિનનો જથ્થો એક્સપાયર ન થાય તે ધ્યાન રાખવામાં પણ હવે આરોગ્ય વિભાગ (Gujarat Demand Of Vaccine Dose 2022) વ્યસ્ત બન્યું છે. કેમ કે રસીકરણ અંગેની જાગૃતિ લાવવા છતાં પણ લોકો રસી નથી લેવા આવતાં ત્યારે સરકાર માટે ઉપલબ્ધ રસીની સમય અવધિ પૂરી ન થઈ જાય તે જરૂરી બની ગયું છે.
10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ શરૂ
કેન્દ્ર સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને (Vaccine demand calculation) તેમજ ફ્રંટ લાઈન વોરિયર્સ માટે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે ત્યારે કોવેક્સિન રસી અપાશે કે કોવિશિલ્ડ રસી અપાશે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી ત્યારે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા નક્કી કરશે તે પ્રમાણે કઈ રસી (vaccine dose 2022) આપવી તે નક્કી કરશે.
વિસ્તાર પ્રમાણે વેક્સિન અંગેના સ્ટોકની વિગત
વિસ્તાર | કોવિશિલ્ડ | કોવેક્સિન | કુલ |
અમદાવાદ | 20110 | 14440 | 34550 |
અમદાવાદ કોર્પોરેશન | 493300 | 49260 | 542660 |
અમરેલી | 9900 | 5040 | 14,940 |
આણંદ | 30,660 | 2350 | 33010 |
અરવલ્લી | 20,140 | 31950 | 52090 |
બનાસકાંઠા | 63950 | 9465 | 73415 |
ભરૂચ | 58160 | 10030 | 68190 |
ભાવનગર | 113740 | 6670 | 120410 |
ભાવનગર કોર્પોરેશન | 22250 | 2500 | 24750 |
બોટાદ | 28550 | 5360 | 33910 |
છોટાઉદેપુર | 19790 | 9160 | 26950 |
દાહોદ | 9200 | 1160 | 10,360 |
ડાંગ | 16190 | 00 | 16190 |
દેવભૂમિ દ્વારકા | 25610 | 5750 | 31360 |
ગાંધીનગર | 24080 | 5435 | 29515 |
ગાંધીનગર કોર્પોરેશન | 2509 | 10100 | 35190 |
ગીર સોમનાથ | 57770 | 15630 | 73400 |
જામનગર | 25560 | 6055 | 31,615 |
જામનગર કોર્પોરેશન | 39290 | 4470 | 43760 |
જૂનાગઢ | 17,290 | 3860 | 21150 |
જૂનાગઢ કોર્પોરેશન | 12,860- | 1320 | 14180 |
ખેડા | 32040 | 4340 | 36280 |
કચ્છ | 68210 | 10,790 | 9700 |
મહીસાગર | 38510 | 31590 | 70070 |
મહેસાણા | 53330 | 10880 | 64,210 |
મોરબી | 46800 | 5610 | 52,410 |
નર્મદા | 6330 | 10070 | 16400 |
નવસારી | 23,870 | 21,685 | 45555 |
પંચમહાલ | 53070 | 9990 | 63060 |
પાટણ | 21,620 | 9310 | 30930 |
પોરબંદર | 26,710 | 26,710 | 6260 |
રાજકોટ | 99380 | 6240 | 105620 |
રાજકોટ કોર્પોરેશન | 89220 | 6480 | 95700 |
સાબરકાંઠા | 39500 | 1660 | 41160 |
સુરત | 127410 | 26355 | 153765 |
સુરત કોર્પોરેશન | 250910 | 41500 | 292410 |
સુરેન્દ્રનગર | 9310 | 2620 | 11930 |
તાપી | 26180 | 8615 | 34794 |
વડોદરા | 22610 | 4020 | 26630 |
વડોદરા કોર્પોરેશન | 29920 | 14955 | 44875 |
વલસાડ | 59060 | 2370 | 61430 |
કુલ | 22,57,480 | 4,33,215 | 26,90,695 |
7 તારીખે બાળકો માટે ખાસ ડ્રાઇવ
રસીનો સ્ટોક તો પૂરતો ઉપલબ્ધ છે પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ છે ત્યારે રાજ્યના તમામ નાગરિકોને રસીના બંને ડોઝ (vaccine dose 2022) મળી રહે તે માટે (Gujarat Demand Of Vaccine Dose 2022) સરકારના વિવિધ અભિયાન પણ ઓછા પડી રહ્યાં હોય તેમ લાગે છે. કેમ કે લોકોમાં રસીની જાગૃતિ હજુ સુધી આવી નથી અને એટલે જ લાખો લોકો હજુ પણ રસી લઈ રહ્યાં નથી. જ્યારે 3 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે (Children Vaccination 2022) 15 વર્ષથી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ત્યારે 7 જાન્યુઆરીના દિવસે (Vaccine demand calculation) રાજ્ય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને વધુમાં વધુ રસીકરણ થાય તે બાબતે ખાસ ડ્રાઇવનું આયોજન પણ રાજ્ય સરકારે કર્યું છે.
આ પણ વાંચોઃ Children Vaccination 2022: અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે