- 13 ઓકટોબરે 20 દર્દીઓને રજા અપાઇ
- 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
- રાજ્યમાં 195 એક્ટિવ કેસો નોંધાયા
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 13 ઓકટોબરના રોજ કોરોના(Gujarat Corona Update )ની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ, છેલ્લા 24 કલાકમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ ઓકટોબર માસમાં પણ અગાઉના મહિના જેટલી રહી હતી. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોના કેસો ઘટ્યા છે. અમદાવાદમાં 6 જ્યારે સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3 એમ સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 195 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 190 કેસો સ્ટેબલ છે, જ્યારે વેન્ટિલેટર 05 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,086 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,5,929 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 2,85,840 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની યાદી મુજબ 13 ઓકટોબરના રોજ 2,85,840 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે, ત્યારે બુધવારે ત્રણ લાખથી વધુનું રસીકરણ થયું છે, જો કે અગાઉ ત્રણ દિવસ પહેલા 8 લાખથી વધુ રસીકરણ એક જ દીવસમાં થયું હતું. બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા વધી રહી છે કેમ કે, અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે, ત્યારે બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 6,59,98,048 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: