- છેલ્લા 24 કલાકમાં 15 પોઝીટીવ કેસ નોંઘાયા
- 18 દર્દીઓ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારે બાદ હવે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી છે ત્યારે સપ્ટેમ્બર માસની 15 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ સુરત અને વડોદરામાં જ સિંગલ ડિજિટ માં કેસ નોંધાયા છે જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત ત્રણ જ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે 3,64,206 નાગરીકો વેકસીન અપાઈ
15 સપ્ટેમ્બર ના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,64,206 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 1,17,118 લોકોને વેકસીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 1,60,402 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આજે ગુજરાતમાં રસીકરણ નો આંકડો 5 કરોડને પાર થયો છે રાજ્યમાં કુલ 5,33,19,834 નાગરિકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 160 નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 150 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 05 વેન્ટિલેટર પર અને 145 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,405 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.