- 35 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
- અમદાવાદમાં 08, બરોડા 02, સુરત 02 અને રાજકોટમાં 00 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 27 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 35 દર્દીઓએ કોરોના ને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં
આજે 31 જુલાઈના રોજ 3,08,647 લોકોનું વેક્સિનેશન કરાયુ
જ્યારે રાજ્યમાં આજે 30 જુલાઈના રોજ 3,08,647 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,32,66,850 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 1,63,461 નાગરિકને પ્રથમ ડોઝ અને 45,800 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 30થી પણ ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં
રાજ્યમાં એક્ટિવ કેસ 300થી નીચે
31 જુલાઈના રોજ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 252 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 246 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,549 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.