ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 કેસ નોંધાયા, મૃત્યુદર શૂન્ય - Corona update

રાજ્યમાં કોરોના( Corona )ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે. તેમજ આજે એક પણ દર્દીનું મોત થયું નથી છે. રાજ્યમાં આજે ગુરૂવારે વધુ 90 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jul 15, 2021, 9:05 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 38 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 90 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 50થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 38 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સૌથી વધુ 90 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નથી થયું.

આ પણ વાંચો: Colleges start offline education: લાંબા ગાળે કેમ્પસમાં પાછાં ફર્યાં વિદ્યાર્થીઓ, ગાઈડલાઈનનું પાલન

રાજ્યમાં ગુરૂવારે 3,86,712 વ્યક્તિનું વેક્સિનેશન

ગુરૂવારના રોજ રાજ્યમાં 3,86,712 નાગરિકોની રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કુલ 2,87,54,257 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જેમાં 18 વર્ષથી વધુની વયના 1,71,690 લોકોને પ્રથમ ડોઝ અને 8,627 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Repeater Examination: કોરોના બાદ પ્રથમવાર ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા યોજાઈ

રાજ્યમાં એક્ટિવ કેસ 750થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 637 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 08 વેન્ટિલેટર પર અને 629 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,074 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.70 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.