- છેલ્લા 24 કલાકમાં 1333 પોઝિટિવ કેસ નોંઘાયા
- 4098 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 18 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મે મહીના બાદ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1333 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ 4098 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 18 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ મંગળવાર કરતા વધારો નોંધાયો છે.
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 224 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 825 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 144, સુરત 102 અને રાજકોટમાં 83 કેસ નોંધાયા છે.
બુધવારે 1,72,901 વ્યક્તિઓનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં બુધવારે 1,72,901 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,74,64,314 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષ થી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં 1,05,429 વ્યક્તિ ને રસીકરણ કરવામાં આવ્યું છે.
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 26,232 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 452 વેન્ટિલેટર પર અને 25,780 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9873 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,75,958 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 95.55 ટકા સુધી પહોંચ્યો છે.