- રાજ્યમાં કોરોનાના નવા 1281 કેસ નોંધાયા
- સારવાર લઈ રહેલા વધુ 7 દર્દીઓના મોત
- કોરોનાના કુલ કેસની સંખ્યા 192982 થઈ
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1281 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 192982 કેસ થયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 7 દર્દીનાં મોત થયા છે. જોકે, ગુરૂવારે 1274 દર્દીને રજા પણ આપવામાં આવી હતી.
ક્યા જિલ્લામાં કેટલા નવા કેસ સામે આવ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 195, અમદાવાદ કોર્પોરેશન 230, વડોદરા કોર્પોરેશન 106, રાજકોટ કોર્પોરેશન 85, મહેસાણા 53, બનાસકાંઠા 52, રાજકોટ 52, સુરત 44, પાટણ 33, ગાંધીનગર કોર્પોરેશન 50, વડોદરા 43, ગાંધીનગર 30, દાહોદ 28, ખેડા 28, મહીસાગર 24, જુનાગઢ કોર્પોરેશન 21, મોરબી 21, જામનગર 20, આણંદ 19, જામનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 18, અમરેલી 17, ભરૂચ 17, પંચમહાલ 17, અમદાવાદ 16, કચ્છ 15, ભાવનગર કોર્પોરેશન 11, નર્મદા 11, સુરેન્દ્રનગર 11, અરવલ્લી 9, દેવભૂમિ દ્વારકા 9, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, પોરબંદર 7, છોટાઉદેપુર 5, તાપી 3, બોટાદ 2, ભાવનગર 1, ડાંગ 1, નવસારીમાં 1 કેસ સામે આવ્યા છે.
કોરોનાથી અત્યાર સુધી કુલ 3830 લોકોના મોત
જ્યારે રાજ્યમાં 87 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3830 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 46269 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 230 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 246 નવા કેસ નોંધાયા છે.