ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,343 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,41,398 થઇ છે. આ સાથે જ 1,304 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
24 કલાકમાં કોરોનાના નવા કેસ
ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,343 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,41,398 થઇ છે.
24 કલાકમાં ડિસ્ચાર્જની સંખ્યા
1,304 દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 1,21,119 થઇ છે. જેથી ગુજરાતનો કોરોના રિકવરી રેટ 85.66 ટકા થયો છે.
મોતની સંખ્યા
રાજ્યમાં ગત 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી કુલ મૃત્યુઆંક 3,490 થયો છે.
ક્વોરેન્ટાઈન દર્દીઓ
આત્યારે રાજ્યમાં 5,68,988 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,95,221 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે. આ સાથે જ 91 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
કોરોના ટેસ્ટ
રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કુલ 57,065 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખી પ્રતિદિન 877.92 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી કુલ 45,88,563 ટેસ્ટ કરવામાં આવ્યા છે.