ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 1,409 પોઝિટિવ કેસ સામે નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,23,337 થઇ છે. આ સાથે જ ગત 24 કલાકમાં રાજ્યના 17 લોકોએ કોરાનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી કુલ મૃત્યુઆંક 3322 થયો છે. આ ઉપરાંત 1,204 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાત કોરોના વાઇરસના પોઝિટિન કેસમાં ખૂબ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ગત 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 181, અમદાવાદ કોર્પોરેશન 161, રાજકોટ કોર્પોરેશન 104, સુરત 102, વડોદરા કોર્પોરેશન 98, જામનગર કોર્પોરેશન 105, મહેસાણા 53, રાજકોટ 60, વડોદરા 42, કચ્છ 35, પંચમહાલ 29, ભાવનગર કોર્પોરેશન 28, બનાસકાંઠા 27, અમરેલી 24, જામનગર 24, ગાંધીનગર 23, અમદાવાદ 22, ભરૂચ 22, ભાવનગર 22, પાટણ 22, ગાંધીનગર કોર્પોરેશન 21, સુરેન્દ્રનગર 20, જૂનાગઢ 19, મોરબી 19, જૂનાગઢ કોર્પોરેશન 18, સાબરકાંઠા 17, ખેડા 14, દાહોદ 13, ગીર સોમનાથ 13, દેવભૂમિ દ્વારકા 11, આણંદ 10, નવસારી 7, બોટાદ 6, મહીસાગર 6, પોરબંદર 6, તાપી 6, નર્મદા 5, વલસાડ 5, અરવલ્લી 4 અને છોટાઉદેપુરમાં 3 કેસ સામે આવ્યા છે.
ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ
- સુરત કોર્પોરેશનઃ 181
- અમદાવાદ કોર્પોરેશનઃ 161
- રાજકોટ કોર્પોરેશનઃ 104
- વડોદરા કોર્પોરેશનઃ 98
- જામનગર કોર્પોરેશનઃ 105
- ભાવનગર કોર્પોરેશનઃ 28
- ગાંધીનગર કોર્પોરેશનઃ 21
- જૂનાગઢ કોર્પોરેશનઃ 18
- સુરતઃ 102
- રાજકોટઃ 60
- મહેસાણાઃ 53
- વડોદરાઃ 42
- કચ્છઃ 35
- પંચમહાલઃ 29
- બનાસકાંઠાઃ 27
- અમરેલીઃ 24
- જામનગરઃ 24
- ગાંધીનગરઃ 23
- અમદાવાદઃ 22
- ભરૂચઃ 22
- ભાવનગરઃ 22
- પાટણઃ 22
- સુરેન્દ્રનગરઃ 20
- જૂનાગઢઃ 19
- મોરબીઃ 19
- સાબરકાંઠાઃ 17
- ખેડાઃ 14
- દાહોદઃ 13
- ગીર સોમનાથઃ 13
- દેવભૂમિ દ્વારકાઃ 11
- આણંદઃ 10
- નવસારીઃ 7
- બોટાદઃ 6
- મહીસાગરઃ 6
- પોરબંદરઃ 6
- તાપીઃ 6
- નર્મદાઃ 5
- વલસાડઃ 5
- અરવલ્લીઃ 4
- છોટાઉદેપુરમાંઃ 3
આ ઉપરાંત અત્યારે 92 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 181 કેસ સામે આવ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 102 કેસ સામે આવ્યા છે.