ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 149, સુરત મહાપાલિકા વિસ્તારમાં 175, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 89, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 77, જામનગર કોર્પોરેશન 53, મોરબી 46, પંચમહાલ 39, રાજકોટ 33, દાહોદ 28, ભાવનગર કોર્પોરેશન 27, બનાસકાંઠા 26, ભરૂચ 26, વડોદરા 22, મહેસાણા 18, કચ્છ 17, અમદાવાદ 16, ભાવનગર 16, ગાંધીનગર 16, અમરેલી 15, ગીર સોમનાથ 15, મહીસાગર 15, જુનાગઢ કોર્પોરેશન 13, ગાંધીનગર કોર્પોરેશન 11, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, વલસાડ 10-10, પોરબંદર 9, આણંદ 8, જુનાગઢ 8, ખેડા 7, નર્મદા 7, છોટાઉદેપુર 6, સાબરકાંઠા 6, દેવભૂમિ દ્વારકા 5, જામનગર 5, અરવલ્લી, બોટાદ, તાપી 3-3, ડાંગ 1 અને અન્ય રાજ્યના 8 કેસ સામે આવ્યા છે.
જ્યારે 78 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2822 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 29327 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મંગળવાર એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 175 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 77 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 252 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.