ETV Bharat / city

Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં - corona positive case

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 ક્લાકમાં સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ અને ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી માત્ર 7 જિલ્લાઓમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 26 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

Gujarat corona update
Gujarat corona update
author img

By

Published : Sep 23, 2021, 10:46 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 26 પોઝિટીવ કેસ નોંધાયા
  • 19 દર્દીઓએ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં માત્ર 5 જ કોર્પોરેશન અને 7 જિલ્લામાં કેસ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ ઘટ્યા હતા. કોરોના સંક્રમણને કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે 23 સપ્ટેમ્બરે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 26 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને અમદાવાદ કોર્પોરેશનમાં 5 અને જિલ્લામાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયા નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટીવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટીવ કેસ નોંધાયા નથી, જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.

આજે 3,59,297 નાગરીકોને વેક્સિન અપાઈ

23 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,59,297 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,33,109 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,21,069 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 5,83,50,222 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 140 નીચે નોંધાયો

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 140 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 6 વેન્ટિલેટર પર અને 136 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીની સારવાર દરમિયાન કુલ મૃત્યુ 10,082 નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,575 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 કેસ નોંધાયા, 14 લોકોને રજા અપાઈ

આ પણ વાંચો- Gujarat corona update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા, 20 લોકોને રજા અપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.