ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 2521 નવા કેસ, ત્રણ ગણા દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં એક મહામારીમાંથી હળવાશ મળી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના કેસ ( corona cases in gujarat ) છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહ્યા છે. આ વચ્ચે શુક્રવારના રોજ રાજ્યમાં નવા 2521 કોરોના કેસ ( corona cases ) નોંધાયા છે. જોકે, તેનાથી 3 ગણા વધુ એટલે કે 7965 દર્દીઓ સાજા થતા તેમને Discharge કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના મોત નિપજ્યા હતા.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : May 28, 2021, 10:08 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 2521 પોઝિટિવ કેસ નોંધાયા
  • 7965 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા
  • અમદાવાદમાં 336, વડોદરામાં 308, જ્યારે સુરતમાં 218 કેસ

ગાંધીનગર: કોરોનાની બીજી લહેર ( second wave of corona ) દરમિયાન કોરોના કેસમાં એકધારો વધારો જોવા મળ્યો હતો. જોકે, મે મહિનામાં ગ્રાફ નીચે જતા હાલ પોઝિટિવ કેસ ( positive cases )માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના ( corona in gujarat )ની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2521 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, સૌથી વધારે 7965 દર્દીઓ સ્વસ્થ થતા તેમને discharge આપવામાં આવ્યું છે. આ સાથે કોરોના મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કોરોના કેસ ( corona cases in ahmedabad )માં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 336 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2323 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના ને માત આપી છે. જ્યારે વડોદરામાં 308, સુરતમાં 218 અને રાજકોટમાં 122 પોઝિટિવ કેસ નોંધાયા છે.

શુક્રવારે 2,36,541 લોકોને વેક્સિન અપાઈ

રાજ્યમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવ ( corona vaccination drive in Gujarat ) ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. જેમાં શુક્રવારના રોજ 2,36,541 લોકોને કોરોના વેક્સિન ( corona vaccine ) આપવામાં આવી હતી. આ સાથે વેક્સિન લેનારા કુલ લોકોની સંખ્યા 1,65,13,240 પર પહોંચી ગઈ છે. જ્યારે 18 વર્ષથી વધુના લોકોને વેક્સિન આપવાના આપવાની પ્રક્રિયા અંતર્ગત 10 જિલ્લામાં શુક્રવારે 1,14,339 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ( active cases of corona in Gujarat )ની સંખ્યા 43,611 છે. જે પૈકી 43,049 દર્દીઓની હાલત સ્થિર અને 562 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9761 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાની માહિતી Death Audit Committee દ્વારા આપવામાં આવી છે. જ્યારે, 7,00,015 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે, ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ( corona recovery rate of gujarat ) 93.36 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.