ETV Bharat / city

Gujarat Budget Session 2022 : હર્ષ સંઘવીને ટપોરી કહેતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા થયાં 7 દિવસ માટે સસ્પેન્ડ - HM Harsh Sanghvi Reaction

વિધાનસભાના બજેટ સેશનમાં (Gujarat Budget Session 2022) ગરમાગરમી જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂંજા વંશને ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અપશબ્દ કહ્યાં હતાં. જે બાદ તેઓ 7 દિવસ માટે સસ્પેન્ડ (Congress MLA Poonja vansh suspended for 7 days ) થઈ ગયાં છે. બધું જાણવા ક્લિક કરો.

Gujarat Budget Session 2022 : હર્ષ સંઘવીને ટપોરી કહેતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા થયાં 7 દિવસ માટે સસ્પેન્ડ

author img

By

Published : Mar 4, 2022, 1:23 PM IST

Updated : Mar 5, 2022, 2:46 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના (Gujarat Budget Session 2022) આજે ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે રાજ્ય સરકારના રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ટપોરી શબ્દ કહ્યો (Poonja Vansh called Harsh Sanghvi Tapori) હતો. જે બાબતે બંને પક્ષો આમનેસામને આવ્યા હતાં. વિધાનસભાની પ્રશ્નોત્તરીકાળ બાદ શાસક પક્ષના દંડક pankaj desai એ પોઇન્ટ ઓફ ઓર્ડર લઈને 7 દિવસના સસ્પેન્શન માટે દરખાસ્ત મૂકી હતી. જેમાં ચર્ચાના અંતે અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરતો (Congress MLA Poonja vansh suspended for 7 days )ઓર્ડર જાહેર કર્યો છે.

વિરોધ પક્ષને દબાવવા સરકારની પ્રેસર ટેકટિક્સ છે : કિરીટ પટેલ

વિરોધ પક્ષને દબાવવા સરકારની પ્રેસર ટેકટિક્સ : કિરીટ પટેલ

આજે વિધાનસભા ગૃહ શરૂ થતા કોંગ્રેસે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ઘેર્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે ગૃહપ્રધાન વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરતા તેમને ગૃહમાંથી સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. પૂંજા વંશે માફી માંગી હોવા છતાં સાત દિવસ માટે સસ્પેન્ડ કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે, આ સરકારની ટેકટિક્સ છે. જેથી અમે લોકોના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવી ન શકીએ. પરંતુ અમે અમારા કર્તવ્યથી પરત ફરીશું નહીં.

કોંગ્રેસે કર્યું વોકઆઉટ

પૂંજા વંશને 7 દિવસના સસ્પેન્સન ઓર્ડર (Congress MLA Poonja vansh suspended for 7 days )બાદ કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું જ્યારે બાદ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે પણ ગણતરીની સેકન્ડો સુધી ગરમાગરમી થઈ હતી.

પૂંજા વંશે માગી હતી માફી

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ટપોરી શબ્દ કહ્યો ત્યારબાદ અધ્યક્ષા નીમાબેન આચાર્યએ તેમને ટકોર કરી હતી અને પૂંજાભાઈ વંશે વિધાનસભા ગૃહમાં જ માફી માંગી હતી. જ્યારે માફી માગતી વખતે પણ તેમણે અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો હોવાની ટીપ્પણી કરીને નીમાબેન આચાર્ય પૂંજા વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ (Congress MLA Poonja vansh suspended for 7 days )કર્યા છે.

પૂંજા વંશ અમારા સિનિયર નેતા

શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ પૂંજા વંશને અસંસદીય શબ્દનો ઉપયોગ કરવા બદલ 7 દિવસ સસ્પેન્ડની (Congress MLA Poonja vansh suspended for 7 days )દરખાસ્ત મૂકી હતી ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન (HM Harsh Sanghvi Reaction ) આપ્યું હતું કે પૂંજા વંશ અમારા સૌના સિનિયર આગેવાન છે જ્યારે અમારું મંત્રીમંડળ નવું છે અને અમે અહીંયા શીખવા આવ્યા છીએ. પુંજાભાઈ વંશ સિનિયર નેતા છે તેઓએ મને ટપોરી કીધું કે હું સ્વીકારવા તૈયાર છું. પરંતુ તેમને મારી ભાષા અને મારા વ્યક્તિત્વ પણ આક્ષેપ કર્યા છે. બાકી મને પણ ખબર છે કે કોણ ટપોરી છે.

1990થી પૂંજા વંશ વિધાનસભાના સભ્ય

ગુજરાત વિધાનસભાના (Gujarat Budget Session 2022) ઉપાધ્યક્ષ પરમાર પૂંજા વંશની તરફેણમાં નિવેદન આપતા કહ્યું હતું કે વર્ષ 1990થી પૂજા વંશ ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ સતત છ ટર્મથી ચૂંટાઈને આવે છે અને તેઓ સિનિયર છે. ત્યારે તમારા કહેવાથી પૂજા વંશે જાહેરમાં દિલગીરી વ્યક્ત કરી હતી. અને પોતાના શબ્દો પણ પાછા ખેંચ્યા હતા. ત્યારે આ સસ્પેન્શન રદ (Congress MLA Poonja vansh suspended for 7 days )કરવું જોઇએ તેવી પણ માગ કરી હતી. જ્યારે સી જે ચાવડાએ પણ કહ્યું હતું કે પૂંજા વંશે દિલગીરી વ્યક્ત કરી છે અને શબ્દો પણ પાછાં ખેંચ્યાં છે ત્યારે તેમને સસ્પેન્ડ કરવાનું દરખાસ્ત રદ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!

પ્રથમ સત્રમાં પણ આવા જ શબ્દોનો થયો હતો ઉપયોગ

શાસક પક્ષ અને સરકારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gujarat Budget Session 2022) હર્ષ સંઘવીને ટપોરી શબ્દના પ્રયોગ બાબતે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ પ્રથમ વખતની ઘટના નથી. જ્યારે ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું ત્યારે પણ હર્ષ સંઘવી પર ટપોરી શબ્દોનો ઉપયોગ થયો હતો. જ્યારે આ સતત હવે બીજી વખત થઈ રહ્યું છે. જ્યારે આ સંસદીય શબ્દોની વિરુદ્ધ શબ્દ છે. તેથી દંડક પંકજ દેસાઈ દ્વારા જે દરખાસ્ત મૂકવામાં આવી છે તેને અમે તમામ સભ્યો તેનું સમર્થન આપીએ છીએ. જ્યારે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પૂંજાભાઈ સિનિયર ધારાસભ્ય છે એમને બધા નિયમોની ખબર છે છતાં આવા શબ્દો અને વર્તનથી ગૃહનું અપમાન થયું છે. તેથી પૂજા વંશને સસ્પેન્ડ કરવાની દરખાસ્તને ટેકો આપું છું. આમ બહુમતીથી વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને સાત દિવસ સસ્પેન્ડ (Congress MLA Poonja vansh suspended for 7 days ) કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી

Last Updated : Mar 5, 2022, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.