ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આગામી સમયમાં યોજાવા જઈ રહી છે. તે પહેલાં ગુજરાત વિધાનસભાનું અંતિમ બે દિવસીય ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session 2022) મળ્યું છે. પહેલા જ દિવસે કૉંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર સામે 30 જેટલા સંગઠનો સરકાર સામે પોતાના હક લઈને માંગણી કરી રહ્યા છે. ત્યારે પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ કૉંગ્રેસને ( Jeetu Vaghani strikes on Congress ) આડેહાથ લીધી ( Jeetu Vaghani strikes on Congress ) હતી.
કૉંગ્રેસ નાટક કરી રહી છે જીતુ વાઘાણી ( Jeetu Vaghani strikes on Congress )જણાવ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસ કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે નહીં પણ તેમને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. સરકારી કર્મચારી જોડે હોવાનું માત્ર કૉંગ્રેસનું એક નાટક છે. પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં કૉંગ્રેસ એક પણ વખત કર્મચારીઓના પ્રશ્નોને લઈ સરકાર સામે આવી નથી.
કૉંગ્રેસ વિધાનસભાની ગરિમા જાળવી ન શકી વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે ચૂંટણી (Gujarat Assembly Election 2022) હોવાથી કોંગ્રેસ કર્મચારીઓના પ્રશ્નોને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે. ચર્ચા કરવા માટે વિધાનસભા ગૃહની ગરિમા પણ ન જાળવી શકેલા કોંગ્રેસના નેતા કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે નહીં પરંતુ તેને ગેરમાર્ગે દોરવા માટે આ કોંગ્રેસ કર્મચારીના સાથે હોવાનું માત્ર નાટક ( Jeetu Vaghani strikes on Congress )કરવામાં આવી રહ્યું છે.
કર્મચારીઓ અમારા પરિવારના સભ્યો છે સરકાર સામે ઘણા સમયથી સરકારી કર્મચારી પણ પેન્શન યોજના અને બીજા અન્ય મુદ્દા લઈ સરકાર સામે લડી રહ્યા છે. ત્યારે આજ જીતુ વાઘાણી આ મુદ્દે જણાવ્યું હતું કે રાજ્યના હિત અને પ્રજાના હિતને આ સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.રાજ્યના વિકાસમાં કર્મચારીઓનો અમૂલ્ય સહયોગ છે. તેમજ કર્મચારીઓ અમારા પરિવારના સભ્યો જ છે. કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા ચાલી રહી છે.
કૉંગ્રેસ યુવાનોને ડ્રગ્સ આપવા માંગે છે ડ્રગ્સ મુદ્દે કૉંગ્રેસ પર આક્ષેપ ( Jeetu Vaghani strikes on Congress )કરતા જણાવ્યું હતું કે ડ્રગ્સની વાતો કરનાર કોંગ્રેસ યુવાનોને ડ્રગ્સ પીરસવા માંગે છે. રાજ્ય સરકારે ડ્રગ્સને પકડી એક સારું કાર્ય જ કર્યું છે. તેમ છતાં કોંગ્રેસ આ વાતને વારંવાર રીપીટ કરીને પોલીસ જવાનોનું મનોબળ તોડી રહી છે. રાજ્યમાંથી હેરાફેરી થતાં ડ્રગ્સના મોટા જથ્થા પકડી પાડવામાં આવ્યા છે.