ETV Bharat / city

14મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બરના અંતમાં મળશે, પ્રશ્નોત્તરીની બાદબાકી થશે

ગુજરાત વિધાનસભાના નિયમો મુજબ 6 મહિનાની અંદર વિધાનસભાનું સત્ર બોલાવવું ફરજીયાત છે. 14મી વિધાનસભાનું અંતિમ સત્રનું આયોજન ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અંતિમ સત્રમાં 3 જેટલી સરકારી વિધેયક ગૃહમાં રજૂઆત થશે. જોકે આ બિલમાં મોટા પાયે સુધારા વધારા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. Gujarat Assembly Rules, Gujarat Assembly Final Session

14મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બરના અંતમાં મળશે, પ્રશ્નોત્તરીની બાદબાકી થશે
14મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બરના અંતમાં મળશે, પ્રશ્નોત્તરીની બાદબાકી થશે
author img

By

Published : Sep 8, 2022, 8:05 PM IST

ગાંધીનગર વિધાનસભાના નિયમો (Gujarat Assembly Rules) મુજબ છ મહિનાની અંદર વિધાનસભાનું સત્ર બોલાવવું ફરજીયાત છે. બજેટ સત્ર બાદ હવે ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ચોમાસા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21 અને 22 સપ્ટેમ્બર ના બે દિવસ માટે ચોમાસુ સત્ર મળશે. જેમાં મળતી માહિતી પ્રમાણે 14મી વિધાનસભાનું અંતિમ સત્રમાં (Gujarat Assembly Final Session) 3 જેટલી સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. જોકે આ બિલમાં મોટા પાયે સુધારા વધારા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પણ જાહેરાત કરી હતી કે, 21 અને 22 સપ્ટેમ્બર 2022ના રોજ ચોમાસુ સત્ર મળશે.

પ્રશ્નોત્તરી નહીં યોજાય વિધાનસભા ગૃહની કાર્યવાહીની (Gujarat Assembly Proceedings) વાત કરવામાં આવે તો પ્રથમ કલાક પ્રશ્નોત્તરીનો હોય છે, પરંતુ બે દિવસીય ચોમાસા સત્રમાં પ્રશ્નોત્તરી નહીં યોજવાનું આયોજન વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે પ્રશ્નોત્તરીની જગ્યાએ ટૂંકા ગાળાની પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને (Gujarat Assembly Election 2022 Announcement ) આજે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ચોમાસુ સત્ર વિપક્ષ અનેક પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

ડબલ બેઠકનું આયોજન વિધાનસભાના અંતિમ દિવસે અડધો ડઝનથી વધુ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચોમાસું સત્ર ત્રણ કે ચાર બેઠકનું થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સત્રમાં પ્રથમ દિવસે ગૃહનાં પૂર્વ સાત સભ્યોના જે અવસાન થયા છે. તે પગલે શોક દર્શક ઠરાવ રજૂ કરવામાં આવશે.

પ્રશ્નોત્તરી ટેબલ પર મુકવામાં આવશે મળતી માહિતી પ્રમાણે સત્રમાં 3 જુદા જુદા વિધેયકોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા વધારા કરીને પૂન ગૃહમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ટૂંકી મુદતના પ્રશ્નો રજૂ કરવામાં આવશે. આ સિવાય અંતિમ બજેટમાં પ્રશ્નોત્તરી (Gujarat Assembly Final budget Questionnaire) વિધાનસભા ટેબલ પર રજૂ કરવામાં આવશે નહી. જોકે સરકાર ગૃહનું સંચાલન યોગ્ય રીતે ચાલે તે માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પક્ષ શાસક પક્ષને ઘેરવા માટે ખૂબ મજબૂત રણનીતિ ઘડશે. કોંગ્રેસ પક્ષ ડ્રગ્સ, મોંઘવારી, વિવિધ સંગઠનોની નારાજગી સહિત ખેડૂતના આંદોલન મામલે સરકારને ઘેરાવનો પ્રયાસ કરશે તો બીજી તરફ સરકાર પણ કોંગ્રેસના પ્રહારોથી બચવા માટે કેવા આયોજન કરવા તે મામલે રણનીતિ ઘડશે.

ઢોર બિલ સુધારા, ઈંપેક્ટ ફી બિલ આવશે ગુજરાત વિધાનસભામાં ભુપેન્દ્ર પટેલની સરકારે ધોળ નિયંત્રણ બિલ તથા રજૂ કર્યું હતું, ત્યારે અનેક લોકોએ આ બિલનો વિરોધ કર્યો હતો. સરકારે આ બિલને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે હજુ પણ રાજ્યપાલ પાસે મોકલ્યું નથી. આ બિલમાં ફરીથી સુધારા સાથે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ સહિત અનેક મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ઇમ્પેક્ટ ફી બાબતે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. ઇમ્પેક્ટ ફીનો સુધારા વધારા (Revised increase of impact fee) એક પણ વિધાનસભાના ચોમાસા સત્રમાં રજૂ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.