ગાંધીનગર - વિધાનસભા 2022ની ચૂંટણી(Gujarat Assembly Election 2022 )ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 82 જેટલા DySPની બદલી કરવામાં આવી છે(Transfer of 22 IPS and 82 DYSP in Gujarat ). જેમાં મહત્વના અધિકારીઓની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં DySP તરીકે ફરજ બજાવતા એમ.કે.રાણાને VIP સિક્યુરિટીમાં ફરજ સોંપવામાં આવી છે. અમદાવાદના એલ ડિવિઝનમાં ફરજ બજાવતા ડી.વી રાણાને સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક તરીકેની નિમણુક આપવામાં આવી છે. સુરત શહેરમાં એ ડિવિઝનના ACP સી.કે.પટેલને વિભાગીય પોલીસ અધિકારી ભરૂચમાં બદલી કરવામાં આવી છે.
ક્યાં IPSની બદલી ક્યાં થઈ - એમ.ડી. જાની SRPF 6 સાબરકાંઠા, આર.ટી.સુસરા DCP ZONE 1 સુરત, સુધા પાંડે SRPF ગ્રુપ 12 રાજકોટ, એસ.વી. પરમાર DCP ZONE 1 રાજકોટ, ઉષા રાડા DCP ZONE 3 સુરત, અજિત રાઇજન DCP સાયબર ક્રાઈમ અમદાવાદ, પ્રવીણ કુમાર આણંદ SP, બી.આર.પટેલ DCP ZONE 6 સુરત, સાગર બગમર DCP ZONE 4 સુરત, વિશાખા દરબલ SRPF ONGC મહેસાણા, શ્રીપાલ શેષમાં SRPF બનાસકાંઠા, હસન સફિન અમદાવાદ ટ્રાફિક ડે. કમિશનર, વિજયસિંહ ગૂર્જર SRPF વલસાડ, પૂજા યાદવ ડે. ટ્રાફિક કમિશ્નર સુરત, વિકાસ સુંડા એસપી કોસ્ટલ સિક્યુરિટી, ઓમ પ્રકાશ જાટ IGP CID IB, ભગીરથ ગઢવી DCP ZONE 2 સુરત, હરપાલસિંહ જાડેજા SRPF બરોડા, હર્ષદ મહેતા DCP ZONE 5 સુરત, ફાલ્ગુની આર. પટેલ SRPF ગાંધીનગર, જસુભાઈ પટેલ એસપી લાજપોર જેલ સુરત અને જ્યોતિ પટેલ DCP ટ્રાફિક બરોડામાં બદલી થયેલ છે.
183 PSI બદલી - 6 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ 183 જેટલા PSIની બદલીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 15 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારે 13 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરી હતી. આમ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે તમામ તૈયારીઓ કરી છે અને તૈયારીઓના ભાગરૂપે જ જે અધિકારી અથવા કર્મચારીએ ત્રણ વર્ષ સુધી એક જ જગ્યા ઉપર ફરજ બજાવી હોય તેવા તમામ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે.