ETV Bharat / city

Gujarat Assembly Election 2022: મોદી-શાહની સતત ગુજરાત મુલાકાત BJPની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીનો ભાગ? - અમદાવાદમાં PM મોદીનો રોડ શો

PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઇને મોદી અને શાહ ગુજરાત આવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે PM મોદી અને અમિત શાહની મુલાકાતથી કાર્યકર્તાઓમાં જોશ આવે છે.

Gujarat Assembly Election 2022: મોદી-શાહની સતત ગુજરાત મુલાકાત BJPની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીનો ભાગ?

author img

By

Published : Mar 26, 2022, 9:20 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને હવે ગણતરીના જ મહિલાઓ બાકી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય (BJP In Gujarat) થાય તેને ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે સતત ગુજરાત (Modi Shah Gujarat Visit)ના પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ (Amit Shah In Gujarat) અને કલોલમાં પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં (Amit Shah Gandhinagar Visit) જે રીતના કામ કર્યા અને જે રીતે કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોને ટકોર કરી છે તેને ધ્યાનમાં લઈએ તો આ સંપૂર્ણ રીતે ચૂંટણીની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે.

ગાંધીનગર લોકસભામાં એક ખાનું હજી બાકી- આ બાબતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીનું વર્ષ છે જેથી મહાનુભાવો આવતા રહેશે અને તેમના આવવાથી કાર્યકર્તાઓમાં જોશ પણ વધી રહ્યો છે. કલોલ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah Kalol Program) ભાજપના કોર્પોરેટરોને અને કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે, ગાંધીનગર લોકસભામાં એક ખાનું હજી બાકી છે. અને સીધો ઇશારો કર્યો હતો કલોલ વિધાનસભાની બેઠક ઉપર, કે જેમાં અત્યારે કોંગ્રેસ પક્ષમાંથી બળદેવજી ઠાકોર ધારાસભ્ય છે.

આ પણ વાંચો: Smart City Summit in Surat : પ્રથમ વખત સુરતમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન, ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત

કામ કરશો તો અંતિમ સમયમાં તોડ-જોડ નહીં કરવું પડે- આમ વર્ષ 2022ની ચૂંટણીમાં કલોલ વિધાનસભામાંથી ભાજપનો વિજય થાય તે માટે પણ કાર્યકર્તાઓને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટકોર કરી હતી અને જો તમે અત્યારે કામ કરશો તો અંતિમ સમયમાં તોડ-જોડ નહીં કરવું પડે તેવું નિવેદન પણ કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં 80 ટકાથી વધુ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ (BJP Workers Gujarat)ની જીત થઈ છે. જેને લઇને અમદાવાદ GMDC ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરપંચ સંમેલન (gujarat panchayat maha sammelan)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ પહોંચે તેને ધ્યાનમાં લઈને જ આ ખાસ કાર્યક્રમ યોજાયો હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે કહી શકાય કેૃ ચૂંટણીની તૈયારીઓ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારી- ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડાક સમય પહેલાં જ ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat Visit) આવ્યા હતા અને ગુજરાત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના તમામ ધારાસભ્યો, સંસદસભ્યો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સાથે દોઢ કલાક જેટલી ચર્ચા કરી હતી. આ ચર્ચાને સામાન્ય બેઠક ગણાવવામાં આવી હતી. જો કે આ બધા પરથી લાગી રહ્યું છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો: Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા

PM મોદીએ કર્યા 3 રોડ શો- આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો (PM Modi's Road Show In Ahmedabad) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે કર્યો હતો. ત્યારબાદ ખેલ મહાકુંભ દરમિયાન અમદાવાદ અને તે RRU કોન્વોકેશન પહેલા દહેગામના રોડ શોનું કોઈપણ પ્રકારનું આયોજન નહોતું અને ગણતરીની મિનિટોમાં જ આયોજન કરવામા આવ્યું હતું. ત્યારે 2 દિવસની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જેટલા રોડ શો કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું હોય તેવું પણ લાગી રહ્યું છે.

કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે આવે છે- ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ Etv Bharat સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ છે. ચૂંટણીની તૈયારી ગણો કે ન ગણો, ત્યારે આજે ચુંટણીને 10 મહિનાની વાર છે ત્યારે ભાજપના બંને મહાનુભાવો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે ચોક્કસ આવી શકતા હોય છે.

યોજનાઓ ગામેગામ અને ઘરેઘરે લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ- તેમણે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણીનું વર્ષ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એવું ઈચ્છે કે આજે જનતાએ ભારતીય જનતા પક્ષને સેવા કરવાનો મોકો આપ્યો છે તે જ મોકો ભારતીય જનતા પાર્ટીને પ્રજા ફરીથી આપે. એના માટે જે પ્રજાકીય યોજનાઓ છે, સરકારી યોજનાઓ (Government Schemes Gujarat) છે આ તમામ યોજનાઓ ગામેગામ અને ઘરેઘરે લોકો સુધી પહોંચે તે પ્રક્રિયા માટે ગુજરાતમાં આવતા હોય છે. જ્યારે દર 5 મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દર 2 મહિને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના મતવિસ્તારમાં આવતાં જ હોય છે.

PM મોદી અને અમિત શાહના આવવાથી કાર્યકરોમાં જોશ વધે છે- યગ્નેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે તમામ કાર્યકર્તાઓને તેઓ બંને મહાનુભાવ માર્ગદર્શન આપે છે. જેથી કાર્યકરોમાં જોશ પણ વધે છે. આ ઉપરાંત ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે.

કાર્યકરના ઘરે મુલાકાત કરી- આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલોલનો કાર્યક્રમ પૂર્ણ કરીને સીધા જ ભાજપના એક સામાન્ય કાર્યકર્તાના ઘરે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં અમિત શાહ આવી રીતે કાર્યકર્તાઓના ઘરે જઈને કાર્યકર્તાઓને જોશ ચડાવે છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીને 10 મહિના બાકી છે, ત્યારથી જ અમિત શાહે આજથી શરૂઆત કરી દીધી છે. જેથી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.